કોરોના વાઇરસ મહામારી વચ્ચે અમદાવાદમાં આઠ કોવિડના દર્દિીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આઠ દર્દીઓ સામે હોમ આઇસોલેશનના નિયમના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ અનુસાર આ દર્દીઓ બહાર ફરતા જોવા મળ્યા હતા.આઠ દર્દીઓમાંથી છ પુરુષો અને બે મહિલાનો સમાવેશ થતો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આઠ વ્યક્તિઓને રોગચાળાના રોગ અધિનિયમ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે શનિવારે ગુજરાતમાં કોવિડ-19ના નવા 1046 કેસ ઉમેરાયા હતા અને 5 દર્દીના મૃત્યુ થયા હતા.સુરતમાં 192 દર્દીઓ નોંધાયા હતા અને અમદાવાદમાં તેનાથી ઓછા 182 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે વડોદરામાં 120 નવા કેસ નોંધાયા હતા.
