કેન્દ્ર સરકાર દ્વારા ગત રોજ ફાસ્ટેગને લઈને મહત્વપૂર્ણ ગાઈડલાઈન બહાર પાડી છે જે અંતર્ગત ડિસેમ્બર 2017 પહેલા ખરીદેલા તમામ જૂના ફોર વ્હીલર્સ માટે ફાસ્ટેગ ફરજિયાત બનાવી દીધો છે કેન્દ્ર સરકાર દ્વારા એમ અને એન કેટેગરીમાં જુના વાહનો માટે 1 જાન્યુઆરી 2021 સુધીમાં પાસે રાખવાનું બનાવી દીધું છે.

શનિવારે સરકારે જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ, ફાસ્ટેગ હવે 1 જાન્યુઆરી, 2021 એટલે કે 1 ડિસેમ્બર, 2017 પહેલાં વેચાયેલાં મોટર વાહનો (ફોર વ્હીલર્સ)નાં CMVR, 1989માં સુધારો કરીને ફાસ્ટેગ ફરજિયાત બનાવી દીધું છે.
ક્યાથી ફાસ્ટેગ લઈ શકાશે ?
SBI, ICICI, HDFC, એક્સિસ બેંક જેવી દેશની લગભગ બધી મોટી સરકારી અને ખાનગી બેંકો ફાસ્ટેગ લઈ શકે છે. ફાસ્ટેગ એમેઝોન અથવા પેટીએમથી પણ ખરીદી શકાય છે. મોટા પેટ્રોલ પંપ પર પણ ફાસ્ટેગ ખરીદવાની સુવિધા છે. તેમજ, NHAI દ્વારા ફાસ્ટેગની ફ્રી સુવિધા માટે તમામ ટોલ પ્લાઝા પર વેચાણ કેન્દ્રો ગોઠવવામાં આવ્યા છે.
