અમદાવાદ – ફટાકડા ફોડવા પર પોલીસે આપી છૂટ – નક્કી કરેલા સમયમાં લોકો ફટાકડા ફોડી શકશે.

             

જનતા ન્યુઝ 360 અમદાવાદ 

        રાજ્યની રૂપાણી સરકારના ગૃહ વિભાગ દ્વારા દિવાળીમાં ફટાકડા ફોડવાના મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે વિદેશી ફટાકડાઓની આયાત અને વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આજરોજ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ફટાકડા ફોડવાના મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નક્કી કરેલા સમયમાં લોકો ફટાકડા ફોડી શકશે.

        દિવાળીના તહેવારને લઈને પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ દિવાળીના સમયમાં રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધીજ ફટાકડા ફોડી શકાશે. આ સાથે ફટાકડાના ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ વધુ અવાજ કરતાં ફટાકડા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

જમ્મુ કશ્મિર: ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નાકામ, 3 આતંકવાદીઓ માર્યા ગયા; સૈન્ય અધિકારીઓ સહિત 4 જવાનો પણ શહીદ થયા

Sun Nov 8 , 2020
Post Views: 7                       આર્મી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર – આ ઓપરેશનમાં ભારતીય સૈન્યના એક કેપ્ટન અને ત્રણ જવાનો પણ માર્યા ગયા છે.         શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) ની બાજુના માછીલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર […]