આર્મી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર – આ ઓપરેશનમાં ભારતીય સૈન્યના એક કેપ્ટન અને ત્રણ જવાનો પણ માર્યા ગયા છે.

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) ની બાજુના માછીલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આર્મી સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર -આ કામગીરીમાં ભારતીય સૈન્યના એક કેપ્ટન અને ત્રણ જવાનો પણ માર્યા ગયા છે.
રક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે સેનાએ પેટ્રોલીંગ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આતંકવાદીઓને અટકાવ્યા હતા. ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ પહેલા સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું હતું કે, 7-8 નવેમ્બરની મધ્ય રાત્રીએ લગભગ એક વાગ્યે નિયંત્રણ રેખાએ માછિલ સેક્ટરના (ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં છે) નજીક કેટલાક અજાણ્યા લોકો શંકાસ્પદ પ્રવૃત્તિઓ કરતા જોવા મળ્યા હતા.
શકમંદો ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા. આ જોઈને ત્યાં ફાયરિંગ શરૂ થઈ જેમાં એક આતંકવાદી માર્યો ગયો. જોકે, BSFની સાથે-સાથે આર્મિએ પણ ઓપરેશન ચાલુ રાખ્યુ હતું. જે ત્યાર બાદ વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ ઓપરેશનમાં સેનાએ એક BSF જવાન સહિત 4 સૈનિકોને પણ ગુમાવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટર સ્થળેથી એક AK રાઇફલ અને બે બેગ મળી આવી છે. સર્ચ ઓપરેશન ચાલુ છે.
