ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવામી 93 વર્ષના થઈ ગયા છે. વડાપ્રધાન મોદીએ અડવાણીના ઘરે જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.મોદીએ અડવાણીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા. લોનમાં બેસીને વાતચીત કરી. અડવાણીની દીકરી પ્રતિભા કેક લઈને આવ્યા હતા, મોદીએ અડવાણીના હાથ પકડીને કેક કપાવી અને બન્નેએ એકબીજાને ખવડાવી. મોદી સાથે ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ હતા.