Fri. Mar 5th, 2021
             

આજરોજ સિધ્ધપુર મુકામે જાલોરી જમાત ખાના ખાતે દેશવાલી શેખ બિરાદરી ( જાલોરી જમાત ) ની વાર્ષિક જનરલ મિટિંગ યોજાઈ. જેમાં પ્રમુખ તરીકે શહેર ના જાણીતા સામાજીક કાર્યકર્તા યુનુસભાઇ શેખ ને સર્વ સંમતિ થી નિમણુંક કરવા માં આવી. ઉપ પ્રમુખ મુસ્તાક જાલોરી, સેક્રેટરી શકીલ પેપરવાલા, તેમજ ખજાનચી તરીકે મુર્તુજા જાલોરી તરીકે નિમાયા હતા.

આ પહેલા જાલોરી જમાત ના અગ્રણી ઓ એ સમાજ માં વધી રહેલા કુરિવાજો, યુવાઓ ને વ્યસન મુક્તિ અને સમાજ ને એક  થઈ મજબૂત કરવા ઉપર વિચારણા કરવા અને ફિકર કરવા જણાવવા  માં આવી હતી.

નવ નિયુક્ત પ્રમુખ યુનુસભાઇ શેખે પોતાના વક્તવ્ય માં શેક્ષણિક બાબત ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. યુવાઓ મોબાઈલ નો મોહ અને સોશિયલ મીડિયા માં ટાઈમપાસ છોડી  સમાજ ને  આગળ  વઘી શિક્ષિત થઈ સમાજ અને દેશ ને મદદરૂપ થાય અને મહિલા ઓ ગૃહ ઉદ્યોગ અને સરકારી યીજનાઓ નો લાભ લઈ પોતે પગભર થાય તેના ઉપર પ્રકાશ પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *