Sat. Mar 6th, 2021
             

જનતા ન્યુઝ 360 – પાટણ 

પાટણ જીલ્લના ચાણસ્મા તાલુકાના ચવેલી મુકામે જીવીબા વાડીમાં ચોરાસી કડવા પાટીદાર સમાજની કારોબારીની બેઠક મળી હતી. જેમાં સમાજના દરેક યુવાન હાલના સમયમાં વ્યસન કરતા હોય છે એને વ્યસન મુક્ત માટે અને સમાજની યુવતીઓ ફેશન પાછળ ખોટા ખર્ચા કરે છે એ બંધ કરવા એની જગ્યાએ સારું ભણતર ભણીને સારી જગ્યાએ પોસ્ટ મેળવીને સારી નોકરી કરીએ સમાજને ઉપયોગી થઈએ. તે બાબતે ચર્ચા થઈ હતી. ખોટા કુરીવાજો બંધ કરીને સમાજને આગળ લઈ જઈએ. સમાજનું કામ કરીએ અને સમાજને આગળ લઈ જાય. ખાસમખાસ સરકાર ની ગાઈડલાઈન મુજબ આ મીટીંગ કરવામાં આવી હતી

આજના દાતા ઉપેન્દ્ર ભાઈએ જણાવ્યું હતું કે સમાજ એ દીવો છે અને સમાજ હશે તો જ આપણે ઓળખાઈશું. એમાં ઉપસ્થિત જશુભાઈ સમગ્ર ચોર્યાસી કડવા પાટીદાર પ્રમુખ, પૂર્વ પ્રમુખ ડી. એમ. પટેલ તથા એ જે પટેલ, મહામંત્રી લીલાચંદ ભાઈ અને લોક અદાલતના જયંતિ ભાઈ તેમજ ચોરાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત પ્રગતિ મંડળના પ્રમુખ સોમાભાઈ અને અન્ય તાલુકાઓમાંથી પધારેલ તાલુકા પ્રમુખ અને હોદ્દેદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ચાણસ્મા તાલુકા સમાજના મંત્રીશ્રી એસ. પી. પટેલ (સેવાળા) તથા શ્રી ડી.બી પટેલ (પંચાસર ) તથા જીવી બા વાડી ના સંચાલકો એ ભારે જહેમત ઉઠાવી હતી. 84 સમાજના દરેક ભાઈઓ બહેનોને પોતાના સમાજ માટે એકમેક થઇને સમાજને આગળ લઈ જઈએ એવું આ મિટિંગમાં આહવાન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *