જનતા ન્યુઝ 360 – મુંબઈ
NCBએ હવે બોલિવૂડને ડ્રગ્સમુક્ત કરવાનું બીડુ ઝડપ્યું હોય તેવું લાગી રહ્યું છે. એક પછી એક ફિલ્મી એક્ટરોના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યાં છે ત્યારે હાલમાં જ અર્જુન રામપાલનાં મુંબઇ સ્થિત નિવાસ સ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. સુત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે NCB ટીમ રામપાલના ઘરે ડ્રગ્સ શોધી રહ્યી છે.
NCBએ ડ્રગ સાથે જોડાવાની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ચર્ચા થઈ છે. ગત મહિને રામપાલની ગર્લફ્રેન્ડના ભાઇને ડ્રગ્સ કેસમાં NCBએ ધરપકડ કરી હતી. ત્યારે એક દિવસ પહેલા જ ફિલ્મ પ્રોડ્યુસર ફિરોઝ નાડિયાડવાળાની પત્નીની પણ ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ફિરોઝને પણ સમન પાઠવવામાં આવ્યું છે. એ સત્ય હકિકત છે કે આ પહેલાના દરોડામાં ફિરોઝના ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફિરોઝના ઘરેથી ગઈ કાલે 5 જગ્યાએ રેડ પાડીવામા આવી હતી તેમાં સર્ચ ઓપરેશન દરમિયાન 10 ગ્રામ ગાંજો, ત્રણ મોબાઇલ ફોન જપ્ત કર્યા હતા. આ રેડ ડ્રગ્સ પેડલર અને સપ્લાયર્સને પકડવાના ઇરાદે કરવામાં આવી હતી. ત્યારે મુંબઈમાં કોકેન સપ્લાય કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. Omega Godwinનું નામ લીધા પછી ધરપકડ કરવામાં આવી હતી. તેની પુષ્ટિ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ કરી હતી.