જનતા ન્યુઝ 360 – લખનૌઉ
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસ (82)ને શ્વાસ લેવામાં મુશ્કેલી અને છાતીમાં દુખાવાની તકલીફ થઈ હતી. તેમની તબિયત સોમવારે અચાનક બગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોકટર્સ દ્વારા તેમની તપાસ કરવામાં આવી છે, જે બાદ તેઓને લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. બારાબંકી સફેદાબાદથી લખનઉ સુધી ગ્રીન કોરિડોર બનાવીને તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.