દુબઈ: અબુધાબીમાં નિર્માણ પામનારા પહેલા હિન્દુ મંદિરની અંતિમ ડિઝાઇનના પ્રથમ ફોટોગ્રાફ્સ બહાર
પાડવામાં આવ્યા છે. મીડિયામાં એક સમાચાર દ્વારા તેની માહિતી આપવામાં આવી છે. ગલ્ફ ન્યૂઝ અનુસાર,
અબુધાબીમાં બીએપીએસ હિન્દુ મંદિરના સંચાલકે ભારતમાં મંદિરની અંતિમ ડિઝાઇન અને હાથથી રચિત
કોલમની તસવીરો જાહેર કરી છે. જેમાં મંદિરની ખૂબ જ મનોહર તસવીરો બહાર પાડવામાં આવી છે.
સમાચાર મુજબ મંદિરની અંતિમ રચનાની તસ્વીરો જાહેર કરવામાં આવી છે, જેમાં મંદિરના નિર્માણમાં અત્યાર સુધીની પ્રગતિ દર્શાવવામાં આવી છે. ગયા વર્ષે એપ્રિલમાં મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો અને ડિસેમ્બરથી કામ શરૂ કરાયું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન મુસ્લિમ વર્ચસ્વ ધરાવતા દેશમાં આવી શરૂઆત થઈ છે, જેના કારણે પક્ષને ઘણી પ્રખ્યાત મળી. (સ્રોત-ભાષા)