Sat. Mar 6th, 2021
  • જુના ફટાકડાને નવા કહી થઇ રહી છે લોકો સાથે છેતરપિંડી
  • અમદાવાદ પોલીસને ગ્રીન ફટાકડા શુ તેની જ ખબર નથી
  • દિવાળીમાં રાત્રે ૮ થી ૧૦ માત્ર ગ્રીન ફટાકડા ફોડવા માટેની છૂટછાટ
  • નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનરે બહાર પડ્યો હતું જાહેરનામું
             

અમદાવાદમાં વેપારીઓ ફટાકડા ઉપર ગ્રીન સીબોલ લગાવીને જુના ફટાકડા વેહચી રહ્યાં હોવાનો મામલો સામે આવ્યો છે. શહેરના દીલ્હી ચકલા, સેટેલાઈટ, બાપુનગર, અંકુર ચાર રસ્તા સહિતના વિસ્તારમાં જાહેરમાં ફટાકડાનું વેચાણ થઈ રહ્યુ છે. આ તમામ ફટાકડા પદૂષણયુકત ફટકાડા કહેવામાં આવી રહ્યા છે.મહત્વનું છે કે દિવાળીના તહેવારોમાં પ્રદુષણ નિયંત્રણમાં રહે તે હેતુથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે કરેલા આદેશને અનુલક્ષીને શહેર પોલીસ કમિશનરે દિવાળીના તહેવારોમાં રાત્રે ૮ થી ૧૦ માત્ર ગ્રીન ફટાકડા ફોડવા માટેની છૂટછાટ આપી છે. જો કે, શહેર પોલીસને ગ્રીન ફટાકડા શુ તેની જ ખબર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *