- શહેરમાં AMC દ્વારા કામગીરી હાથ ધરાઈ
- કુલ 26 જેટલા એકમોને AMC તંત્રે માર્યું સિલ
- લાંભા, શાહવાડી, નારોલ અને રામોલ-હાથિજણમાં ગેરકાયદે ધમધમતા કેમિકલ એકમો કરાયા સિલ
- કુલ 81,370 ચો.મી.ના ક્ષેત્રફળનો વિસ્તાર સીલ કરાયો
તાજેતરમાં શહેર પિરાણા-પીપળજ રોડ પર રેવાકાકા એસ્ટેટની સાહિલ એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ ફેક્ટરીમાં થયેલા ઘડાકામાં 12 નિર્દોષ વ્યક્તિના મોત નીપજ્યા હતા પછી અમદાવાદ મ્યુનિ.ની કોઇપણ પ્રકારની મંજુરી વિના બેફામ ધમધમતી કેમિકલની ફેક્ટરીઓ અને ગોડાઉનો સામે કાર્યવાહી શરૂ કરી હતી. અમદાવાદ મ્યુનિ. દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ગેરકાયદે ધમધમતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં કોઇપણ પ્રકારના લાયસન્સ કે ફાયર એનઓસી વિના ધમધમતી 21 ફેક્ટરીઓને સીલ કરાઇ છે જ્યારે અન્ય ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગેરકાયદે બાંધકામ કરવા બદલ પાંચ ફેક્ટરીઓ સીલ કરાઇ છે.રામોલ-હાથિજણમાં ગેરકાયદે બાંધકામ કરવા બદલ પાંચ ફેક્ટરીઓને સીલ કરી દેવાઇ હતી. આમ, કુલ ૨૬ ફેક્ટરીઓને સીલ કરવામાં આવી હતી.