Sun. Mar 7th, 2021
  • શાળા-કોલેજથી નજીકના અંતરે મેડીકલ સેવાઓ ઉપલબ્ધ હોય તેની પણ ખાતરી કરવી પડશે.
  • શાળાએ આવવા માટે વિદ્યાર્થીના માતા-પિતા કે વાલીની લેખિત સંમિત પણ સંસ્થાઓએ મેળવવાની રહેશે.
  • વર્ગખંડમાં રિવાઇઝડ બેઠક વ્યવસ્થા મુજબ બે વિદ્યાર્થી વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવું પડશે.
             

જનતા ન્યુઝ 360, ગાંધીનગર

            મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં દિવાળી પછી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા અને રાજ્ય મંત્રી વિભાવરીબહેન દવેએ  આ નિર્ણયની વિગતો આપી છે. તેમણે જણાવ્યું કે કોરોના વાયરસ સંક્રમણ કોવિડ-19ને કારણે ગુજરાત સહિત દેશમાં માર્ચ મહિનાથી શાળા-કોલેજો-શૈક્ષણિક સંસ્થાઓ સંક્રમણ વધે નહિ તે આશયથી બંધ કરવામાં આવી હતી.

            વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ અને ભવિષ્ય ન બગડે તે માટે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં  શિક્ષણ વિભાગે ઓનલાઇન લર્નિંગની વ્યવસ્થા શરૂ કરીને સફળતાપૂર્વક અમલ પણ કર્યો છે. રાજ્યમાં લોકડાઉન અને હવે અનલોક ૧ થી પાંચના વિવિધ તબક્કાઓમાં જનજીવન, આર્થિક, ઔદ્યોગિક ગતિવિધિઓ અટકી નથી. 

            હવે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રાજ્ય સરકાર આ અનલોક-પ માં ભારત સરકારના દિશાનિર્દેશો અને ગાઇડ લાઇનના અનુપાલન સાથે રાજયમાં શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય તબક્કાવાર પૂન: શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

            આ નિર્ણયના અંતિમ નિષ્કર્ષ પર આવતાં પહેલાં શિક્ષણ વિભાગ, શાળા-કોલેજ, યુનિવર્સિટીના સંચાલકો-શિક્ષણવિદો એમ વિવિધ સ્ટેક હોલ્ડર્સ સાથે બેઠકોનો દૌર યોજી, સૌના મત મેળવીને સરકારે આખરી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતાની મંત્રીમંડળની બેઠકમાં એ નિર્ણયને મંજૂરી અપાઈ છે.

            દિવાળી પછી એટલે કે તા.ર૩મી નવેમ્બરથી રાજ્યમાં માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજ-યુનિવર્સિટીઝમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાનો આજે કેબિનેટે નિર્ણય કર્યો છે.

            તા.ર૩મી નવેમ્બર સોમવારથી રાજ્યનાં ધો-૯ થી ૧રના વર્ગો ભારત સરકારની SOP ગાઇડલાઇનના સંપૂર્ણ પાલન સાથે શરૂ કરી દેવાશે. કોલેજોમાં પણ તા. ર૩મી નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે. કોલેજો અને યુનિવર્સિટીઝમાં પ્રથમ તબક્કે પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડીકલ અને પેરામેડીકલ વર્ગો શરૂ થશે. તેમજ અંડર ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કક્ષા માટે માત્ર ફાયનલ ઇયરના જ કલાસ શરૂ કરવામાં આવશે.

            ઇજનેરી વિદ્યાશાખામાં પણ ફાયનલ ઇયર અને ITI તથા પોલિટેકનીક કોલેજીસ પણ તા. ર૩મી નવેમ્બર કાર્યરત થશે.

            શાળા-કોલેજીસ શરૂ કરતાં પહેલાં દરેક સંકુલમાં સ્વચ્છતા-સફાઇ સુવિધા, થર્મલ ગનથી વિદ્યાર્થીનું ચેકીંગ, સેનીટાઇઝર અને હાથ ધોવા માટે સાબુની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવાની રહેશે. વર્ગખંડોમાં અને શાળા-કોલેજ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય એટલું જ નહિ, માસ્કનો ફરજિયાત ઉપયોગ થાય.

            ભારત સરકારની SOPને અનુસરતાં રાજ્યમાં શાળા-કોલેજો દ્વારા જે ઓનલાઇન એજ્યુકેશન વ્યવસ્થા કરવામાં આવી છે તે યથાવત ચાલુ રાખવામાં આવશે.

            રાજ્યમાં આવેલી તમામ બોર્ડની બધી જ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને સેલ્ફ ફાયનાન્સ સ્કુલ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની શાળાઓને આ SOP સમાન રીતે લાગુ પડશે.

            બાકીના વર્ગો-ધોરણોના શૈક્ષણિક કાર્ય શરૂ કરવા અંગે સમયાનુસાર યોગ્ય નિર્ણય લઇને સરકાર પછીથી જાહેરાત કરશે. શાળામાં વિદ્યાર્થીની હાજરી ફરજિયાત રાખવામાં આવી નથી

            વિદ્યાર્થી પોતાનું માસ્ક, પાણીની બોટલ, પુસ્તકો, નાસ્તો વગેરે ઘરેથી જ લાવે અને અન્ય છાત્રો સાથે આપ-લે ન કરે તે જોવા પણ જણાવવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *