જનતા ન્યુઝ 360, મુંબઈ –
મહાનગર મુંબઇમાં 2008ના નવેંબરની 26મીએ થયેલો આતંકવાદી હુમલો પોતાની ધરતી પરથી થયો હતો એવો એકરાર પાકિસ્તાને પહેલીવાર કર્યો હતો અને પાકિસ્તાનની મોખરાની તપાસ સંસ્થા ફેડરલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીએ આતંકવાદીઓની એક યાદી પ્રકાશીત કરી છે. આ સાથે FIA સ્વીકાર્યું કે, મુંબઇની તાજ હોટલ પર હુમલા લશ્કર-એ-તૈયબાના 11 આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા છે.
હકીકતમાં, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ભારતના સતત દબાણ પર ઘૂંટણિયે પડવાનો વારો આવ્યો છે. આથી જ પાકિસ્તાને 26/11 ના હુમલામાં સામેલ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ પાકિસ્તાને આતંકીઓને મોસ્ટ વોન્ટેડ આપ્યા છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ મોસ્ટ વોન્ટેડની નવી સૂચિ તૈયાર કરી છે અને સૂચિમાં મુંબઇ હુમલામાં સામેલ 11 આતંકવાદીઓને પણ સામેલ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાને આ હકીકતને સ્વીકારી લીધી છે કે, હુમલામાં સામેલ આતંકવાદી મુલ્તાનના મો. અમજદ ખાન હજી દેશમાં છે. આ સૂચિમાં, 26/11 ના હુમલાઓ વિશે માહિતી આપવામાં આવી છે કે તાજમાં આતંકવાદી હુમલો કરનારા બોટમાં 9 ક્રૂમેમ્બર્સ હતા.