ગુજરાતમાં એમ ગોઝારી ઘટના સામે આવી છે.બે મહિલા પોલીસ તાલીમાર્થીઓ પોતાના એક્ટિવ પર સવાર હતા ત્યારે ટેમ્પો ચાલકે અડફેટે લીધા હતા અને તેમાંથી એક મહિલા નું ઘટના સ્થળે મૃત્યુ થયું છે તેમજ બીજા મહિલા ગંભીર રીતે ઘાયલ થયા છે.જોકે અકસ્માત કરી ને ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો છે.
આ ઘટના ગુજરાત ના વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામની છે.બે મહિલાઓ પોતાની મોપેડ પર સવાર હતા ત્યારે ટેમ્પો એ તેમને ટક્કર મારી હતી.હજુ બંને મહિલાઓ થોડાક સમય પહેલાજ ગુજરાત પોલીસ માં ભરતી થયા હતા અને તેમની સુરત શહેર માં પસંદગી થઈ હતી.અત્યારે બંને મહિલા ઓ ઇ ગુજકોપ ની ટ્રેનિંગ લઈ રહ્યા હતા અને ટ્રેનિંગ માટે તેઓ કાકરાપાર પોસ્ટ માં કામ કરતા હતા.
ચીખવાલ ગામ માં ગામીત ફળીયા માં રહેતા સ્મિતાબેન હરીશભાઈ ગામીત અને વ્યારા તાલુકાના સરકુવા ગામે રહેતા રિટીકાબેન ભુપેન્દ્રભાઈ ગામીત બન્ને મહિલા ઓ એક્ટિવ લઈને ઘરે થી ટ્રેનિંગ માટે કાકરાપાર પોસ્ટ જવા નીકળ્યા હતા.કાકરાપાર પોસ્ટ જવાના રસ્તા પર વ્યારા કાકરાપાર રોડ પર ચંપાવાડી ગામની સિમ પાસે સ્પીડ મા આવતી પિકઅપ વાહનચાલકે કાબુ ગુમાવતા મહિલા ઓની એક્ટિવ સાથે ટક્કર મારી હતી.
આ અકસ્માત માં સ્મિતાબેન ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા પણ ત્યાં તેમને મૃત જાહેર કર્યા.અને પાછળ બેઠેલા રિતિકા બેનેને પ્રાથમિક સારવાર બાદ સુરત હોસ્પિટલ માં લઇ જવાય ત્યાં તેમનું મૃત્યુ થયું હતું.સમગ્ર ઘટના અંગે કાકરાપાર પોસ્ટને જાણ થતાં તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને અકસ્માત કરનાર ટેમ્પો ચાલક ની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.કાકરાપાર પોલીસે અકસ્માત કરી ફરાર થયેલા ટેમ્પો ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતાં.