Mon. Mar 8th, 2021
             

અહેવાલ:- રિતિક સરગરા, અંબાજી

વાત કરવામાં આવે ગુજરાત ના શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ની તો અંબાજી સાથે લાખો માઇ ભક્તોની આસ્થા સંકળાયેલી છે અને આ શક્તિપીઠ ખાતે દિવસે અને દહાડે અનેક માઇભકતો માં અંબે ના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે આ ગામને સ્વચ્છ રાખવા માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડોના ખર્ચે સફાઈ કંપનીને ટેન્ડર આપવામાં આવે છે ત્યારે હાલે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપનીને યાત્રાધામ અંબાજીને સ્વચ્છ રાખવા નું ટેન્ડર અપાયેલું છે ત્યારે આ કંપની નું કામ શોભાના ગાંઠિયા સમાન બની ને રહી ગયું હોય તેવું લાગી રહ્યું છે વાર હોય કે તહેવાર હોય કે પછી આમ દિવસો હોય પરિસ્થિતિ દિવસે અને દહાડે લથડતી જઈ રહી છે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય યથાવત છે પણ આ કંપનીના મેનેજર ફક્ત દાવા કરવાથી ઉચ્ચા નથી આવી રહ્યા જ્યાં જુઓ ત્યાં પરિસ્થિતિ ગંભીર છે પણ હાલ સુધી કોઈ સફાઈનો નિકાલ આવતો નથી હાલે દિવાળી પર્વ ચાલી રહ્યો છે ત્યારે આ પર્વ નિમિત્તે પણ અંબાજી ગામ સફાઈ થી વંચિત દેખાઈ રહ્યું છે સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે આજે પણ ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ સફાઈ કંપનીના કર્મચારીઓ એ હડતાલ કરી છે અને આજે ગ્રામ્ય સફાઈ બંધ રાખી છે ત્યારે દિવાળીના દિવસો ચાલી રહ્યા છે અને યાત્રિકો પણ અંબાજી માં અંબે ના દર્શન કરવા આવતા હોય છે ત્યારે આવી ગંદકી જોઈ ભક્તો અંબાજીની કેવી છાપ લઈ જશે તે એક વિચારવાની બાબત બની છે….

 

રાધાકૃષ્ણ મંદિર આગળ પણ ગંદુ પાણી યથાવત

હાલ દિવાળીના શુભ દિવસો ચાલી રહ્યા છે ત્યારે આ શુભ દિવસે પણ માનસરોવર નજીક આવેલ રાધાકૃષ્ણ મંદિર આગળ ગંદુ પાણી છેલ્લા કેટલાય સમયથી ભરાઈ રહે છે હજી સુધી આ ગંદા પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી મેનેજરના બહેરા કાને હજી સુધી જનતા કે મીડિયાની અવાજ કેમ પહોંચતી નથી ? અનેકવાર રજૂઆત કરવા છતાં મેનેજર માંથે થી ખભે કરતા હોવાનું જાણવા મળ્યું છે મેનેજરે પોતાની જવાબદારી માનતા નથી મેનેજર પોતે પંચાયત પર દોષનો ટોપલો ઢોળતા હોવાનું પણ સામે આવ્યું છે મેનેજરના જણાવ્યા પ્રમાણે કે ગ્રામ પંચાયત એ આ કામ કરવું જોઈએ અમારું કામ રોડ સાફ કરવાનું છે પણ શું આ જે પાણી ભરાઇ રહે છે તે નિકાલ કરવાની જવાબદારી ઓલ સર્વિસ ગ્લોબલ ની નથી ?

 

આ કંપનીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ

ગત 10માં મહિને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ કંપનીનું અંદાજિત 2 થી 3 લાખ જેટલું પેમેન્ટ પણ કપાયું છે તેવી સૂત્રોથી માહિતી મળી છે આ કંપની ના વેઠવાળા કામથી યાત્રાધામ વિકાસ બોર્ડ પણ વારે ઘડીયે કંપનીને ઠપકો આપે છે તેમ છતાં કયા નેતાના કે કયા મોટા માથા ના સપોર્ટ એ વારે ઘડીએ આજ કંપનીને ટેન્ડર આપવામાં આવે છે ? આટલી બધી ઢીલી નીતિ આ કંપની અપનાવે છે તેમ છતાં કેમ આ કંપનીને બ્લેકલિસ્ટ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં નથી આવતી ?

આ કંપની ના મેનેજરના દાવા પોકળ

જ્યારે હાલમાં જ આ કંપનીના મેનેજર નવા આવતા મેનેજરે મીડિયા સહિત સ્થાનિકોને બાહેધરી આપી હતી કે હવે પછી ગંદગીની કોઈ કમ્પ્લેન નહીં આવે અને આપ કહેશો ત્યાં આગળ હું જાતે આવી અને સફાઇ કરાવાનો પ્રયત્ન કરીશ ત્યારે આ મેનેજરે કરેલા દાવા પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે રાધાકૃષ્ણ મંદિર આગળ છેલ્લા કેટલાય સમયથી પાણી ભરાઇ રહે છે તેમ છતાં મેનેજર એ પોતે પોતાની મસ્તીમાં મસ્ત હોય તેવું જોવા મળ્યું છે મેનેજરને અનેકવાર રજૂઆત કરવા છતાં મેનેજરનું પેટનું પાણી પણ હલતું નથી.

સુપરવાઇઝરો સારા સારા ફોટા પાડવામાં વ્યસ્ત તો ખરાબ ફોટા ઉપર કોણ બતાવશે ?

આ કંપનીના સુપરવાઇઝર ફક્ત કંપનીના કર્મચારીઓ દ્વારા કરાયેલી સારી કામગીરી બતાવે છે તો ત્યારે ગામમાં રહેલી ગંદગી તે ઉપર કોણ બચાવશે ? અને ગામમાં રહેલી ગંદકી એ ક્યારે સાફ થશે ? તે પણ એક વિચારવાની બાબત છે ત્યારે સુપરવાઇઝર તો સફાઈ થઈ હોય તેના જ ફોટા પાડે છે જ્યારે ગંદગી છે તેના ફોટા કોણ પાડશે ? અને તે ગંદગી ક્યારે સાફ થશે ?…

છેલ્લા કેટલાય સમયથી અનેક વાર હડતાલ

છેલ્લા કેટલાય સમયથી અનેક વાર આ કંપનીના મજૂરો પણ હડતાલ કરતા હોય છે ત્યારે આ મજૂરો ને હડતાલ કરવા પાછળનું કારણ શું છે ? તે એક વિચારવાની બાબત બની છે કેમ આ કામ કરતા મજૂરોની માગણી પૂરી કરવામાં નથી આવતી તે પણ એક વિચારવાની બાબત છે મજૂરોએ પોતાની મહેનત કરી અને કામ કરતા હોય છે તેમ છતાં કેમ આ મજૂરોની માંગણીઓને કંપનીના સત્તાધીશો સ્વીકારતા નથી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *