Sat. Mar 6th, 2021
  • મોઢામાં બોમ્બ ફોડવાથી યુવકેને મલ્ટિપલ ફ્રેકચર થયા છે.

  • યુવકના મોંઢાની હાલત ગંભીર હોવાથી સારવાર ચાલી રહી છે.

       શહેરના પાંડેસરા વિસ્તારમાં દિવાળીને રાત્રે DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યોની માહિતી મળી છે. યુવકના મોઢામાં બોમ્બ ફૂટવાના કારણે બેભાન થઈ ગયો હતો. રાત્રે મોંમાં સુતળી બોમ્બ ફોડવાની ઘટનાને લઈને મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. યુવકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

             

મિત્રોએ મજાક-મસ્તીમાં કહ્યું અને યુવકે મોંઢામાં રાખીને બોમ્બ ફોડી દીધો
પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં મૂળ બિહારનો પિન્ટુ નરેશભાઈ જાદવ(ઉ.વ.28) ભાઈ સાથે રહે છે અને નજીકમાં જ આવેલી મિલમાં નોકરી કરે છે. દિવાળી વેકેશનને લઈને સગો ભાઈ બે દિવસ પહેલા વતન ગયો હતો. દરમિયાન ગત દિવાળીની રાત્રે ડીજેની ધૂન પર દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા અને ફટાકડાઓ ફોડી રહ્યા હતા. દરમિયાન મિત્રો દ્વારા પિન્ટુને મસ્તીમાં મોંમાં સુતળી બોમ્બ ફોડવા કહ્યું હતું. જેથી પિન્ટુએ મોઢાંમાં જ સુતળી બોમ્બ ફોડી દીધો હતો. જેથી તે બેભાન થઈ ગયો હતો.

હાલત ગંભીર યુવકને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે

પ્રાપ્ત માહિતી અનુસાર મોંઢામાં બોમ્બ મુકીને ફોડતા પિન્ટુ બેભાન થઈ ગયો હતો. તેમના મિત્રોમાં ભાગદોડ મચી ગઈ હતી અને મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ સ્થાનકિ મિત્રોએ 108ને જાણ કરી હતી. 108 મારફતે પિન્ટુને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. પિન્ટુના પિતરાઈ ભાઈ જોડે વાત ચીત કરતા તેણે જણાવ્યું હતું કે, હાલ સારવાર ચાલુ છે હાલત ગંભીર છે એવું ડોક્ટર કહી રહ્યા છે. મોઢામાં ફ્રેક્ચર થતા ટાંકા લેવા પડ્યા છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *