દેવ-વિદેશ – ફિલિપાઈન્સની ઉત્તરે આવેલા કાગાયર વેલી રિજનમાં વાવાઝોડા સાથે વરસેલા વરસાદ પછી શરૂ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશન વખતે કૃષ્ણ જન્મે વાસુદેવની જેવી ઘટના જેવું ભાવનાત્મક દૃશ્ય જોવા મળ્યું હતું. ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડનો એક જવાન પૂરમાં ડૂબી ગયેલા એક ગામમાંથી આ શિશુને કંઈક આ રીતે બચાવીને લાવ્યો હતો. આ બાળકને તેણે પ્લાસ્ટિકની ટોકરીમાં મૂકીને સલામત સ્થળે પહોંચાડ્યું હતું. ઉત્તર ફિલિપાઈન્સમાં વામકો નામના વાવાઝોડાએ ઠેર ઠેર તબાહી સર્જી છે. આ ઘટનામાં અત્યાર સુધી 53થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અનેક લાપતા છે.