Mon. Mar 8th, 2021
             

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું શક્તિપીઠ યાત્રાધામ અંબાજી આ ધામમાં દિવસે અને દહાડે અનેક માઇભકતો માં અંબે ના દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે હાલે દિવાળી પર્વ ચાલી રહ્યો છે ત્યારે રવિવારના રોજ પડતર દિવસ હોઈ પણ ભક્તો મા અંબાના દર્શન કરવા અંબાજી આવી પહોંચ્યા હતા આજે મંદિર પરિસર ખાતે પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે દર વર્ષે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી નવા વર્ષના દિવસે અંબાજી મંદિર ખાતે અન્નકૂટ ધરાવવામાં આવે છે ત્યારે હાલા કોરોના કાળ વચ્ચે ઘણા મહિનાઓ બાદ અન્નકૂટ અંબાજી મંદિરમાં ધરાવવામાં આવ્યો હતો ત્યારે 56ભોગ નો અન્નકૂટ ધરાવી અને મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા બપોરે આરતી કરવામાં આવી હતી 56 ભોગ માં વિવિધ પ્રકારની મીઠાઈઓ માં અંબાના નીજ મંદિરે માં અંબે ના સન્મુખ માં ધરાવવામાં આવી હતી અને ભક્તો પણ અન્નકૂટના દર્શન કરી શક્યા હતા…

સોમવારથી અંબાજી મંદિર રાત્રી ના 11 વાગ્યા સુધી ખુલ્લું
હાલ દિવાળી પર્વ ચાલી રહ્યો છે ત્યારે દિવાળી પર્વ નિમિત્તે અંબાજી મંદિર ખાતે માનવ મહેરામણ ઉમટી પડે છે ત્યારે અંબાજી મંદિરના વહીવટદાર એસ.જે. ચાવડા ની સુંદર કામગીરી પણ સામે આવી છે એસ.જે ચાવડા દ્વારા અંબાજી મંદિર ખાતે આવતા દર્શનાર્થીઓની સુખકારી અને સગવડ માટે અને માઇ ભકતો દર્શન કરી શકે તેને લઇ અંબાજી મંદિર ના સમયમાં પણ ફેરફાર કરાયો છે ત્યારે બેસતા વર્ષ થી લઈને લાભપાંચમ સુધી અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે રાત્રીના 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ યાત્રિકોની સુખાકારી અને શાંતિ માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરાઇ છે જેથી કરી અને દર્શનાર્થે આવતા કોઈપણ યાત્રીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેને લઈ પણ અંબાજી મંદિરના વહીવટદાર એસ.જે. ચાવડા ખડે પગે રહી અને વ્યવસ્થાનું નિરીક્ષણ કરી રહ્યા છે…

દિવાળી પર્વમાં પણ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું
હાલમાં જ્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોરોના કાળ વચ્ચે લોકડાઉન બાદ દેવાલયો ને શિવાલય દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાયા છે ત્યારે ભાદરવી દરમિયાન અંબાજી મંદિરે દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું ત્યારે હાલ દિવાળી પર્વ નિમિત્તે પણ માનવ મહેરામણ અંબાજી મંદિર ખાતે ઉમટતું હોય છે ત્યારે લોકોની સુખાકારી અને શાંતિ માટે પૂરતી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઇ છે અને માં અંબાના ભક્તોની આસ્થા ને ધ્યાને રાખી અંબાજી મંદિરના વહીવટદાર એસ.જે. ચાવડા અને મંદિર ટ્રસ્ટ ચેરમેન દ્વારા નિર્ણય કરી અને અંબાજી મંદિર ના સમયમાં ફેરફાર કરી અને વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરી અને દિવાળી દરમિયાન પણ અંબાજી મંદિર ખુલ્લુ રાખવા નિર્ણય કરાયો છે ત્યારે અંબાજી મંદિર દિવાળી પર્વમાં દર્શન માટે ખુલ્લું રખાતા ભક્તોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *