Mon. Mar 8th, 2021
             

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ અકસ્માતોમાં અત્યાર સુધીમાં લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેવામાં દિવાળીના તહેવારો દરમિયાન સુરત થી પાવાગઢ દર્શને જતા લોકોને અકસ્માત નડ્યો છે અને આ અકસ્માતમાં એક સાથે ૫ મહિલા સહિત ૧૦ લોકોના દુઃખદ મૃત્યુ થયા છે. આ અકસ્માતને લઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે.

ઘટનાની જાણ થતાની સાથે જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢી સારવાર અર્થે S S G હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અકસ્માતમાં મૃત્યુ પામેલ લોકોમાં 5 મહિલા ત્રણ પુરુષ અને બે બાળકો નો સમાવેશ થાય છે. જ્યારે આ ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, સુરતથી પાવાગઢ જતી ટ્રકને આજે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. જેમાં 10 લોકોના મોત થયા હતા. જ્યારે 17 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *