બોટાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળતા નવનિયુક્ત પ્રમુખ ભીખુભાઈ વાઘેલા સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં પદભાર સંભાળ્યો .! ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા દરેક જિલ્લામાં જિલ્લા અધ્યક્ષ તરીકે નવી નિયુક્તિ આપવામાં આવી છે.! ત્યારે બોટાદ જિલ્લામાં જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે ભીખુભાઈ વાઘેલા ની પસંદગી થતાં બોટાદ જિલ્લા કાર્યકરો દ્વારા હર્ષોલ્લાસ સાથે વધાવી લેવામાં આવી હતી આજે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સંતોની વિશેષ ઉપસ્થિત અને આશીર્વચન સાથે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો ચાર્જ નવનિયુક્ત પ્રમુખ દ્વારા સાંભળવામાં આવ્યો હતો.! આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પ્રભારી અમોભાઈ શાહ, કિસાન મોરચા પ્રમુખ બાબુભાઈ જેબલીયા , પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માવજીભાઈ ભૂઞાણી, સુરેશભાઈ ગોધાણી, સહિત જીલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.!