સૂરત – છેલ્લા કેટલાય સમયથી હોસ્પિટલોમાં આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે થોડા દિવસ પહેલા અમદાવાદની હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હતો ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર જનતા ન્યુઝના રીપોર્ટ જણાવે છે કે સુરતની ટ્રાઈ હોસ્પિટલમાં આગનો બનાવ સામે આવ્યો છે. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો છે અને દર્દીઓ અને ડોક્ટરોમાં નાસભાગ મચી ગઈ છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હોસ્પિટલમાં રહેલા દર્દીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
વધુ માહિતી પ્રમાણે સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. ફાયરની 8 ગાડીનો કાફલો હોસ્પિટલ પહોંચી ગઇ છે. અને ફાયરના અધિકારીઓ દ્વારા તાબડતોડ દર્દીઓનું રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે. સુરતની ટ્રાઇ સ્ટાર હોસ્પિટલમાં કોરોના દર્દીઓ પણ છે.