- મૃતક અને આરોપીની બાઇક અથડાયા બાદ મેન્ટેનન્સ ખર્ચ અંગે વિવાદ થયો હતો.
- ત્રણ આરોપી છોકરાઓએ ગોવિંદ ઉપર લાકડીઓ અને છરી વડે હુમલો કર્યો પછી ત્યાંથ ફરાર થઈ ગયા.
જનતા ન્યુઝ 360, સૂરત
સુરત શહેરના ઉધના વિસ્તારમાં નાનકડા વિવાદમાં પરિવારનો એકમાત્ર દીવો બુઝાયો. આરોપીએ તેને બોલાવ્યો હતો અને ત્યારબાદ છરી અને લાકડીઓ વડે માર માર્યા પછી તેઓ લહુલુહાણ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. છોકરાને ગંભીર ઈજાઓ પહોચતા તેની હાલત લથડી ગઈ હોવાથી તને તાત્કાલીક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક ગોવિંદ ચાર બહેનોનો એકમાત્ર ભાઈ હતો.
બાઇક અકસ્માત પછી મેઈન્ટેન્સ અંગે વિવાદ સર્જાયો હતો
મૃતક ગોવિંદ અન્ના (ઉં 18)ના પિતા વેંકટેશ વાલ્મીકીએ પત્રકારોને જણાવ્યું હતું કે, શનિવારે નજીકના વિસ્તારમાં ગોવિંદની બાઇક એક છોકરાની બાઇક સાથે અથડાઈ હતી. આ દરમિયાન સામેની બાઇકનો આગળનો માસ્ક તૂટી ગયો હતો અને તે ગોવિંદને તેની બાઇકને નુક્સાન થયાની ભરપાઈ માટે પૂછતો હતો. ગોવિંદે તેને બે-ત્રણ દિવસમાં પૈસા આપવાનું કહ્યું. આને કારણે આરોપી આસિફે મંગળવારે ફરીથી ગોવિંદને ફોન કર્યો હતો. ગોવિંદ ત્યાં પહોંચ્યો ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન આસિફ અને તેના મિત્રો સાબીર અને રોશને લાકડીઓ અને છરી વડે હુમલો કર્યો હતો. ગોવિંદ લોહીથી લહુલુહાણ થઈને નીચે પડી ગયો હતો. ગોવિંદને આવી ગંભીર હાલત જોઈએને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા.
ગોવિંદની છાતી અને પેટમાં છરીઓના ઘા કર્યા હતા.
મૃતક ગોવિંદના મિત્ર પંકજ સિંગદાને જણાવ્યું હતું કે જ્યારે તેમને ફોન પર ફોન આવ્યો હતો કે ગોવિંદને ત્રણ છોકરાઓ મારી રહ્યા છે તો ત્યારે તે ત્યાં પહોંચી ગયો હતો અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન આસિફે તેને પેટ અને છાતી પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગયો હતો. પંકજે 108 એમ્બ્યુલન્સને બોલાવી ગોવિંદ અને અન્ય મિત્રોને માહિતી આપી હતી. ગોવિંદને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં તેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.