જનતા ન્યૂજ 360, સૂરત –

બારડોલી શહેરના દાસ્તાન રેલ્વે ફાટક પાસે સવારે 6 વાગ્યાની આસપાસ બે લકઝરી બસોનો અકસ્માત થયો હતો. બંને બસોમાં 35થી વધુ મુસાફરો સવાર હતાં, અકસ્માતમાં 20થી વધુ ઘાયલ થયા હતા.
રાજ્યમાં આજે સવારે એક પછી એક બે મોટા માર્ગ અકસ્માત સર્જાયા છે. પ્રથમ અકસ્માત વડોદરા નજીક સવારે સાડા ત્રણ વાગ્યે થયો હતો, જેમાં આઈશરમાં 11 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 16 થી વધુ ઘાયલ થયાં હતાં. ત્યારે સુરતમાં ખાનગી બસના 20થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. મુસાફરોથી ભરેલી એક બસ બારડોલી શહેર નજીક રેલ્વે ફાટક પર પાર્ક કરેલી હતી, બીજી બસ પાર્ક કરેલી બસની પાછળના ભાગે ટકરાઈ રહેલી બસનો ચાલક અને ક્લીનર ગંભીર રીતે ઘવાયા હતા.
બંને બસો મુસાફરોથી ભરેલી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના દાસ્તાન રેલ્વે ફાટક પાસે સવારે 6 વાગ્યે અકસ્માત સર્જાયો હતો, ત્યારે બારડોલીની બાજુથી આવી રહેલ બસ ફાટક પર પાર્ક કરેલી અન્ય બસની પાછળ ટકરાઈ હતી. બંને બસોમાં 35 થી વધુ મુસાફરો હતા, જેમાં 20થી વધુ ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
