જનતા ન્યુઝ 360,

વર્ષ 1947 વાત છે. ભારત-પાકિસ્તાન વિભાજિત થયું હતું. દેશની મોટી વસ્તી અહીંથી ત્યાં અને ત્યાંથી અહીંયા જઇ રહી હતી. આ સમય દરમિયાન મુલ્તાનમાં રહેતો બનારસીલાલ ચાવલાનો પરિવાર કરનાલમાં આવી ગયો હતો. બનારસીલાલ અહીં આવ્યા અને કપડાં વેચવાનું શરૂ કર્યું. આ પછી, તેણે ટાયર બિઝનેસમાં પ્રવેશ કર્યો. તેમના ચાર બાળકો હતા.
1 જુલાઈ 1961ના રોજ જન્મેલી, સૌથી નાની પુત્રીનું નામ મોન્ટો રાખવામાં આવ્યું. આ મોન્ટો પાછળથી કલ્પના ચાવલા તરીકે જાણીતી બની. અંતરિક્ષ પર જનાર પ્રથમ ભારતીય મહિલા કલ્પના ચાવલા હતી. શરૂઆતમાં, કરનાલથી સ્કૂલી શિક્ષણ પૂરું કર્યા પછી, કલ્પનાએ પંજાબ એન્જિનિયરિંગ કોલેજમાંથી બી.ટેક કર્યું, ત્યારબાદ એરોસ્પેસમાં માસ્ટર કરવા માટે અમેરિકા જતી રહી
1984માં એરોસ્પેસનું એન્જિનિયરિંગ માસ્ટર પણ પૂર્ણ કર્યું. પછી બીજુ માસ્ટર્સ પણ કર્યુ અને પીએચડી પણ કર્યું. 1988માં નાસા ખાતે કામ કરવાનું શરૂ કર્યું. 1991માં અમેરિકાનું નાગરિકત્વ મળી ગયું. તે જ વર્ષે નાસા એસ્ટ્રોનોટ કોર્પ્સનો ભાગ બન્યો. 1997માં તે અવકાશમાં ગઈ અને નાસાના ખાસ શટલ પ્રોગ્રામનો ભાગ બની.
19 નવેમ્બર 1997ના રોજ કલ્પનાએ પોતાનું અવકાશ મિશન શરૂ કર્યું હતું. તે સમયે તે માત્ર 35 વર્ષની હતી. તેણે અંતરિક્ષ શટલ કોલમ્બિયા STS-87થી 6 અવકાશયાત્રીઓ સાથે ઉડાન ભરી હતી. આ મિશન દરમિયાન કલ્પનાએ 65 લાખ માઇલનો પ્રવાસ કર્યો હતો. 376 કલાક 34 મિનિટ અંતરિક્ષમાં વિતાવ્યા.
પછી વર્ષ 2003 આવ્યું. આ યાત્રા કલ્પનાની તેમના જીવનની બીજી પણ અંતિમ યાત્રા સાબિત થઈ. 1 ફેબ્રુઆરી, 2003ના રોજ કોલમ્બિયા અંતરિક્ષ યાન પૃથ્વીની કક્ષામાં પ્રવેશતાની સાથે જ ક્રેશ થયું. તેમાં સવાર કલ્પના ચાવલા સહિત 7 અવકાશયાત્રીઓનું કમનસીબે મોત નીપજ્યું હતું.
