જનતા ન્યુઝ 360
આજના દિવસે જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ એટલે કે 19 નવેમ્બર 1828ના રોજ થયો હતો. વારાણસીના રહેવાસી મોરોપંત તાંબે અને ભાગીરથી બાઇને ત્યં એક છોકરીનો જન્મ થયો હતો. જેનું નામ મણિકર્ણિકા રાખવામાં આવ્યું. લોકો તેને પ્રેમથી મનુ કહેતા હતા. પિતા મોરોપંત મરાઠા બાજીરાવની સેવામાં નિયુક્ત હતા. મનુની માતાનું બાળપણમાં જ અવસાન થઈ ગયું હતું.
હવે તેમનું ધ્યાન રાખવા માટે કોઈ નહોતું. તેથી પિતા તેમને પણ પેશવા બાજીરાવ બીજાને ત્યા લઈ જવા લાગ્યા. ત્યાં લોકો તેની ચંચલતા જોઈને મનુને છબીલી કહેવાનું શરૂ કર્યું. મનુએ શસ્ત્ર વિદ્યા અને શાસ્ત્ર વિદ્યા બંને શીખવાનું શરૂ કર્યું. 1842માં, તેમણે ઝાંસીના રાજા ગંગાધર રાવ નેવાલકર સાથે લગ્ન કર્યા.
હવે મનુ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બની. તેમને 1851માં એક પુત્ર થયો, પરંતુ 4 મહિના પછી તેનું મૃત્યુ થયું. આ પછી, રાજા ગંગાધરની તબિયત પણ બગડી. એક પુત્ર દત્તક લેવામાં આવ્યો, નામ દામોદર રાવ રાકવામાં આવ્યો. 21 ડિસેમ્બર 1853ના દિવસે રાજાનું અવસાન થયું. બાળક દામોદર રાવ વિરુદ્ધ રાજ્યની હડપ નીતિ હેઠળ કોર્ટમાં મુકદ્દમો દાખલ કરવામાં આવ્યો હતો. અને ત્યારેજ કેસ રદ કરાયો હતો.
બ્રિટિશ અધિકારીઓએ રાજ્યની તિજોરી હડપી લીધી. તેના પતિનું દેવું રાણી લક્ષ્મીબાઈના વાર્ષિક ખર્ચમાં કાપવા લાગ્યું. આ પછી, લક્ષ્મીબાઈ રાનીએ ઝાંસીનો કિલ્લો છોડી દીધો અને મહેલમાં રહેવા લાગી. 1857માં સમગ્ર દેશ અંગ્રેજી શાસનને ઉખાડી ફેકવા માટે બળવાની શરૂઆત થઈ. તેનું કેન્દ્ર ઝાંસી હતું. આ પછી લક્ષ્મીબાઈએ લોકોને સંગઠિત કરવાનું શરૂ કર્યું. મહિલાઓને તાલીમ આપવાનું શરૂ કર્યું.
1857માં ઝાંસી પર ઓર્છા અને દતિયાના રાજાઓએ હુમલો કર્યો હતો, પરંતુ તે રાણી દ્વારા નિષ્ફળ ગયા હતા. જાન્યુઆરી, 1858ના અંતે બ્રિટીશ સૈન્યએ ઝાંસી શહેર પર કબજો કર્યો. પરંતુ રાણી અંગ્રેજોથી છટકી ગયી અને પુત્ર દામોદર સાથે ભાગી છૂટવામાં સફળ રહ્યી. તે કાલપી પહોંચી અને તાત્યા ટોપને મળી. તાત્યા ટોપે અને રાણીના સંયુક્ત સેનાઓએ ગ્વાલિયર ખાતેના કિલ્લા પર કબજો કર્યો. 18 જૂન, 1858ના દિવસે બ્રિટીશ સરકાર સામે લડતા રાણી લક્ષ્મી બાઇનું અવસાન થયું.