જનતા ન્યુઝ 360, ગાંધીનગર
અમદાવાદ પછી હવે સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવાર રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું લાગુ કરાયો છે. બીજો આદેશ ના થાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યું ચાલુ રહેશે તેવી પ્રેસ કોન્ફરન્સમા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી છે.
રાજય સરકારનો કોરોના સંક્રમણ મહાનગરોમાં વ્યાપક થતું અટકાવવા આગોતરા પગલાં અને તકેદારી રૂપે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
સુરત વડોદરા અને રાજકોટમાં પણ આવતી કાલ શનિવાર 21 નવેમ્બર થી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો રાત્રિ કરફ્યું નો અમલ કરવાનો રહેશે. આ રાત્રિ કરફ્યુ અન્ય જાહેરાત સરકાર દ્વારા ના થાય ત્યાં સુધી અમલમાં રહે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી સુરત, વડોદરા અને રાજકોટમાં આવતીકાલ રાત્રે નવથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યું લાદવાની જાહેરાત કરી છે. આમ અમદાવાદ પછી વધુ ત્રણ શહેરોમાં રાત્રી કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. આમ આવતીકાલથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના નવથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ આગળ સૂચના ન આપવામાં આવે ત્યાં સુથી લાગુ રહેશે. શુક્રવારે સાંજે પાંચ વાગે મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલી હાઈપાવર્ડ કમિટીની બેઠકમાં કોરોના અંગેની સ્થિતિના સમીક્ષા કરીને વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.