જનતા ન્યુઝ 360, પૂણે
પુણેને અડીને આવેલા પિંપરી ચિંચવાડમાં એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક સિક્યુરિટી ગાર્ડને ઓટો ડ્રાઇવરને પેશાબ કરતા અટકાવવા ભારે પડ્યું. ગુસ્સે ભરાયેલા ઓટો ડ્રાયવરે ગાર્ડ ઉપર પેટ્રોલ છાંટીને તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આરોપ છે કે ઓટો ડ્રાઇવર ખાનગી કંપનીના ડિરેક્ટરની કાર પર પેશાબ કરી રહ્યો હતો. આ ઘટના બાદ આરોપી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.
ઘાયલ સુરક્ષા ગાર્ડની ઓળખ શંકર ભગવાન વાઈકર (ઉ. 41) તરીકે થઈ છે. આ ઘટનામાં તે 30 ટકા સુધી બળી ગયો છે. હાલમાં તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોપી રિક્ષાચાલકની ઓળખ મહેન્દ્ર બાલુ કદમ (ઉ. 31) તરીકે થઇ છે. પોલીસે તેની ધરપકડ કરી છે.
https://dainik-b.in/PnI6RnxSybb
આ ઘટના કેવી રીતે ઘટી
આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે. જેમાં આરોપી ગાર્ડને આગ લગાવી ભાગતો નજરે પડે છે. આગ પછી ગાર્ડ રસ્તાની બાજુમાં વહેતા નાળામાં કૂદી જાય છે અને તેણે પોતાનો જીવ બચાવી લીધો હતો. પિંપરી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મંગળવારે આરોપી રિક્ષાચાલક મહેન્દ્ર બાલૂ કદમ ગેટ પાસે કંપનીના માલિકની બીએમડબ્લ્યુ કાર પર પેશાબ કરી રહ્યો હતો. તેને આવું જોઇને ગાર્ડે તેને અટકાવ્યો અને તેની સાથે દલીલો શરૂ થઈ ગઈ હતી.
ગાળાગાળી થયા પછી ઓટો રિક્ષાવાળો ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ થોડા કલાકો પછી પેટ્રોલ ભરેલ ગેલન લઇને ત્યાં પહોંચ્યા અને શંકર પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દીધી.