Thu. Mar 4th, 2021
             

જનતા ન્યુઝ 360, ગુજરાતી

 

એજન્સી, મુંબઈ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલના નિર્માતા અસિત મોદીને કોરોના સંક્રમણ થયું છે. અસિત મોદીએ પોતે ટ્વીટ કરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની જાણ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ અસિત મોદીના પત્ની નીલા તેમજ તેના પુત્ર ઈશાંક પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે.

અસિત મોદી સબ ટીવી પર આવતા લોકપ્રિય શો તરાક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર છે અને તેમણે ટ્વિટર પર જણાવ્યું કે, તેઓને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે અને તેમના સંપર્કમાં આવેલા તમામને પ્રોટોકોલનું પાલન કરવા આદેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *