મુંબઈ – બોલીવુડ ડ્રગ્સના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ હવે હાસ્ય કલાકાર ભારતી સિંહના મુંબઇના ઘરે દરોડો પાડ્યો છે અને તેના ઘરમાંથી ગાંજો મળી આવ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનલ યુનિટ દ્વારા હાસ્ય કલાકાર અભિનેત્રી ભારતી સિંહ અને તેના પતિ હર્ષના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. NCB દ્વારા અંધેરી, લોખંડવાલા અને વર્સોવા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પકડાયેલા ડ્રગના શખ્સોના સ્પોટલાઇટ પર ભારતીસિંહ અને હર્ષ લિંબાચીયાના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન NCBને એક શંકાસ્પદ પદાર્થ (ગાંજો) મળી આવ્યો છે. ભારતી સિંહ ટીવીની પહેલી લોકપ્રિય અભિનેત્રી છે, જેના ઘરે NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.