- સવારથી એવું વિચારીને ઘરેથી નિકળી આવ્યા કે સાંજે રેલ્વે સ્ટેશન પહોંચવાની વ્યવસ્થા હશે કે નહીં
- મુસાફરો ટિકિટ બતાવીને આવાગમન શકે છે, તેમના માટે સ્ટેશન પર સીટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ – અમદાવાદમાં કોરોના કેસો ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના કારણે શહેરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. લોકોની અવરજવર સંપૂર્ણ રીતે રોકી દેવામાં આવી છે. જો કે, ટ્રેન અને એરપોર્ટના મુસાફરો માટે રેલ્વે સ્ટેશનથી અને એરપોર્ટથી મુસાફરોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી. આ માટે મ્યુનિસિપલ કૉર્પોરેશને સીટી બસોની વ્યવસ્થા કરી છે. જોકે, કર્ફ્યુના ભયને કારણે મુસાફરો પણ સવારથી સ્ટેશન પર રાત્રી ટ્રેન પકડવા પહોંચી રહ્યા છે. મુસાફરોને ડર છે કે જો સાંજ સુધીમાં સ્ટેશન પર પહોંચવાની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો તેમની ટ્રેન ચૂકી જશે.
કેટલાક મુસાફરો રાત્રેની 12 વાગ્યે ટ્રેન પકડવા વપોરે જ સ્ટેશન પર પહોંચ્યા.
જનતા ન્યુઝ રિપોર્ટર સોનૂ અગ્રવાલ અને ટીમ રેલ્વે સ્ટેશન પર પરિસ્થિતિની માહિતી લેવા અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. અહીંના વિવિધ મુસાફરો સાથે વાચતીત કરી હતી. વાચચીતથી જાણવા મળ્યું હતું કે આ મુસાફરોમાંથી અમુક મુસાફરોની ટ્રેન રાત્રે 11 થી 12 વાગ્યાની છે. પરંતુ તેઓ અગમ ચેતીને જ વહેલા સ્ટેશન પર પહોંચી ચૂક્યા છે. વધુમા જાણવા મળ્યું હતું કે તેઓ જેમ-તેમ પોતાની વ્યવસ્થા કરીને સ્ટેશન પર પહોચી રહ્યા છે. જો અમે વહેલા ન આવીએ તો રાત્રી ટ્રેન છૂટી જઈ શકે છે. ટ્રેન છૂટી જાય તે કરતા સ્ટેશન પર થોડો વધુ સમય પસાર કરવો વધુ સારું છે.
સીટી બસો દ્વારા સ્ટેશનો પહોંચ્યા.
રાત્રે 10 વાગ્યે યુપી જઇ રહ્યો અરવિંદે કહ્યું કે શહેરના તમામ વાહનો બંધ છે. સવારથી જ કેટલીક સીટી બસો ચાલુ હતી. એટલે જ સવારથી એવું વિચારીને ઘરેથી આવી ગયા. શું ખબર પાછળ સાંજે સ્ટેશન પહોંચવાની વ્યવસ્થા હશે કે નહીં.
અન્ય શહેરોથી આવતા લોકોને રોકવામાં નહી આવે.
કર્ફ્યુની માર્ગદર્શિકા મુજબ શહેરમાં ભારે વાહનો, બસ-ટ્રકો વગેરેના પ્રવેશ પર પ્રતિબંધ છે. બહારથી આવતી બસોને પણ બાયપાસ પર જ રોકી દેવામાં આવી રહી છે અને આવા મુસાફરોને તેમના ઘરે જવા માટે સીટી બસો દોડાવવામાં આવી રહી છે. આ સિવાય અન્ય શહેરોથી આવતા મુસાફરોના ખાનગી વાહનો પર પ્રતિબંધ નથી. જો કે, આ માર્ગદર્શિકાને અનુસરવું પડશે.
રેલ્વે અને વિમાનના મુસાફરો માટે પણ કોઈ પ્રતિબંધ નથી
રેલ્વે અને અમદાવાદથી મુસાફરી કરતા મુસાફરોને પણ આ કર્ફ્યુની ચિંતા કરવાની કંઈ જ નથી. તેઓ મુસાફરીની ટિકિટ બતાવીને મુસાફરી કરી શકે છે. રેલ્વે સ્ટેશન પર મુસાફરો માટે સીટી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.