અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી
અંબાજી થી થોડે દુર આવેલ કૈલાસ ટેકરી સામેના ડમ્પિંગ સ્ટેશનમાં સાંજના સુમારે આગ લાગી હતી આગ પર કોઈ કાબુ ન મેળવતા ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગે વિરાટ સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકોમાં પણ ભયભીતિ સેવાઈ હતી આ ડમ્પીંગ સ્ટેશનમાં પડેલા કચરા માં આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા સમગ્ર પંથકમાં ફરી વળ્યા હતા આં ડમ્પીંગ સ્ટેશન માં લાગે છે અનેક વાર આગ આગ લાગવાનું કારણ અકબંધ આં ડમ્પીંગ સ્ટેશન માં આગ લાગતાં અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયર બ્રીગેડ ઘટનાસ્થળે આવી અને આગ પર કાબુ મેળવ્યો હતો આગ વધુ ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે અંબાજી ગ્રામ પંચાયતના સેનિટરી ઇન્સ્પેકટર અભિષેક ચારણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અભિષેક ચારણ દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટ ના ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી
ફાયર ફાઈટર ઘટનાસ્થળે આવી અને આગ પર કાબુ મેળવ્યો હતો શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ફાયર બ્રિગેડ માં ફરજ બજાવતા અગરાભાઈ અને ભુપેન્દ્ર ભાઈ ની પણ પ્રશંસનીય કામગીરી રહી હતી…