Sun. Feb 28th, 2021
             

અમેરિકામાં તાજેતરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ સંપન્ન થઈ હતી. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો અને જો બાયડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. જો કે ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ હાર માનવા તૈયાર નહોતા. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં સત્તા પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. એટલે કે તેમણે હાર સ્વીકારી લીધી છે.

અમેરિકાની ચૂંટણીના પરિણામ આવ્યાના ત્રણથી ચાર અઠવાડિયા પછી પણ એવું માનવામાં આવતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પરિણામોનો વિરુદ્ધ કરી શકે છે. ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વખત જો બાયડેન અને તેમની ડેમોક્રેટિક પાર્ટી પર નિશાન સાધ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીના પરિણામો બાદ હાર માનવા તૈયાર નહોતા. આ માટે તેમણે પરિણામોને કોર્ટમાં પડકારવાની વ્યૂહરચના પર પણ કામ કર્યું, પરંતુ તેમાં પણ તેમને સફળતા મળી નહીં, આવી સ્થિતિમાં ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાની હાર સ્વીકારી રહ્યા છે.

હવે ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ. જનરલ સર્વિસ ઓફ એડ્મિનિસ્ટ્રેશનમાં સત્તા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે. ત્યારપછી અમેરિકાના જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેટર એમિલી મર્ફીએ જો બાયડેનને એક પત્ર લખીને સત્તાના સ્થાનાંતરણની પ્રક્રિયામાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *