અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી
બનાસકાંઠા જિલ્લા નો સૌથી છેવાડા નો દાંતા તાલુકા ત્યારે દાંતા તાલુકા નું એવું દાંતા ગામ જેમાં મામલતદાર કચેરી, પાણી પુરવઠા ,તાલુકા પંચાયત સહિતની તાલુકા કક્ષાની કચેરીઓ આવેલી છે ત્યારે આ દાંતા ગામ માં આવેલ પાણી પુરવઠાની ઓફિસ માં સ્ટાફ ની મનમાની નો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યો છે દાંતા તાલુકા પાણી પુરવઠા ઓફિસ ના કર્મચારીઓ માસ્ક વગર નજરે જોવા મળ્યા હતા એટલું જ નહીં માસ્ક ની સાથે સાથે ઓફિસના કોમ્પ્યુટર માં પત્તા ની ગેમ રમતા પણ નજરે જોવા મળ્યા હતા એટલું જ નહીં કેમેરામાં પણ કેદ થયા હતા ત્યારે વાત કરવામાં આવે કે પાણી પુરવઠા ઓફિસ માં કર્મચારીઓ પોતાની મનમાની કરતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે પાણી પુરવઠા ઓફિસના કર્મચારીઓ કારકુન અને ઓપરેટર કોમ્પ્યુટરમાં પત્તા રમતાં જોવા મળતા હોય તો લોકોના કામ આ ઓફિસમાં શું થશે ? તે એક વિચારવાની બાબત બની છે….
પાણી પુરવઠા ઓફિસના કર્મચારીઓ પતા ની ગેમ રમવામાં વ્યસ્ત
દાંતા ગામમાં આવેલ પાણી પુરવઠા ઓફિસમાં ઓફિસ નો સ્ટાફ અને ઓપરેટર કોમ્પુટર ની અંદર કામ છોડી મસ્ક વિના પત્તા ની ગેમ રમતા કેમેરામાં કેદ થયા છે અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને આ વિડીયો સોશ્યલ મીડિયા માં ધૂમ મચાવી રહ્યા છે આ વિડીયો જોતા પાણી પુરવઠા ઓફિસ ના સ્ટાફ સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે શું આ ઓફિસમાં ગેમ રમવા સિવાય બીજો કોઈ કામ નથી ? શું આ રીતે પાણી પુરવઠા ઓફિસના કર્મચારીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરતા હોય તો કેમ આમની ઉપર કોઇ કાર્યવાહી કરાતી નથી ? તે એક વિચારવાની બાબત બની છે .
દાંતા પોલીસ અને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ આ સ્ટાફ સામે લાલા કરશે ખરા ?
જ્યારે નોર્મલ માણસ માસ્ક વગર ફરતા હોય છે ત્યારે પોલીસ તેમની સામે લાલ આંખ કરી અને કાર્યવાહી કરી અને માસ્ક નાં દંડ ની પાવતી આપતી હોય છે ત્યારે પાણી પુરવઠા ઓફિસના કર્મચારીઓ માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સ નું ભંગ કરતા જોવા મળ્યા હતા તો શું દાંતા પોલીસ આ સ્ટાફ સામે કોઈ પગલાં લેશે ખરા કે પછી સત્તાના જોરે ઢીલી નીતિ અપનાવશે…