ગોધરા ના સહયોગ કોમ્પ્લેક્ષમાં આવેલ બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમની બેદરકારી બહાર આવી છે જેમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો તેમજ ફુડ ઇન્સ્પેક્ટર દ્વારા આંખ આડા કાન કરતા હોવા નો સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે સુત્રો થી મળતી માહિતી મુજબ ગોધરા શહેર માં આવેલ સહયોગ કોમ્પ્લેક્ષ આઈસ્ક્રીમ ની એક મોટી દુકાન જેનુ નામ ગોધરા શહેર માં ફેમસ છે બોમ્બે ચોપાટી ના સંચાલકો દ્વારા ગોધરા જી.આઈ.ડી.સી ખાતે વિવિધ પ્રકારની બનાવટો બનાવી વિવિધ સ્થળોએ મોકલવામાં આવે છે સ્થાનિક લોકો ના જણાવ્યા અનુસાર અહીંયા આઈસ્ક્રીમ બનાવવા માટે ફોઝન(એક પ્રકાર ની કેમિકલ યુકત આઈસ્ક્રીમ જે ફાટેલા દુધ માંથી ઉકાળી ડાલ્ડા ઘીમાં મિશ્રણ કરીને બનાવવા માં આવે છે) નો ઉપયોગ કરવામાં આવતો હોવાનો સ્થાનિક રહીશો આક્ષેપ કરી રહ્યા છે આ કેમિકલ યુકત ફોયઝન વાપરી ને બોમ્બે ચોપાટી સંચાલકો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તેમ લાગી રહ્યુ છે ગોધરા નગર પાલિકા ના ફુડ ઈન્સ્પેકટર ને આ અંગે જાણ હોવા છતા આંખ આડા કાન કરતા હોવાનુ સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે બોમ્બે ચોપાટી ના સંચાલકો અન્ય રાજ્યો ના હોય અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તો શુ જિલ્લા વહીવટી તંત્ર આ લોકો સામે કાયદેસર ના પગલાં ભરશે કે કેમ તે એક મોટો સવાલ છે.
અહેવાલ શોએબ પટેલ ગોધરા