અહેવાલ:- રિતિક સરગરા, અંબાજી
હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા જાહેરનામાં પણ બહાર પાડવામાં આવ્યા છે ત્યારે જાહેરનામા મુજબ સરકારી ગાઈડલાઈન નું પાલન કરવું જરૂરી છે ત્યારે સરકારી ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત છે જ્યારે 25 તારીખ ના રોજ અંબાજી ભૈરવજી મંદિર પાછળ આવેલ રવિરાજ સ્ટુડિયો માં સરકારી ગાઈડ લાઈન નું ભંગ થતાં અંબાજી પોલીસ દ્વારા દુકાન ચાલક રવિ રાજુભાઈ પંચાલ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી હતી રવિરાજ સ્ટુડિયો માં બપોરના સુમારે લોકોની ભીડ ઉમટતાં પોલીસને જાણ થતાં પોલીસે સ્ટુડિયો સંચાલક સામે લાલ આંખ કરી અને સરકારી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં જ્યારે કોઈ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ સહિત સરકારી ગાઈડ લાઈન નું પાલન કરવું જોઇએ…