Thu. Mar 4th, 2021
             

જનતા ન્યુઝ 360, તામિલનાડું

        બંગાળની ખાડીમાંથી નિવાર ચક્રવાત હાલમાં પુડુચેરીથી 120 કિમી દૂર છે અને તેની ઝડપ 11 કિમી / કલાક છે. તે આજે રાત્રે 2 વાગ્યા પછી દક્ષિણ કાંઠે ટકરાશે. વાવાઝોડા પછી કરાઈકલ (આંધ્રપ્રદેશ) અને મહાબલીપુરમ (તામિલનાડુ) પાર કરશે. અહીંથી પસાર થતી વખતે 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

        નિવાર વાવાઝોડા હોવાથી ચેન્નાઈ આજે સાંજે 7 વાગ્યાથી આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી બંધ કરી કરવામાં આવ્યું છે. આના પહેલા 26 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. ચેન્નાઇમાં પણ ઘણા સ્થળોએ વીજળી કાપવામાં આવી છે. તમિળનાડુના 16 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે.

        આ 16 ડિસ્સાઓમાં ચેન્નાઈ, વેલ્લોર, કુડ્લોર, વિલ્લુપુરમ, નાગપટ્ટનમ, થિરુવરુર, ચેંગાલપટ્ટુ અને પેરમ્બ્લોર જેવા શહેરોનો સમાવેશ થાય છે. તામિલનાડુથી એક લાખ લોકોને સ્થળાંતર કરાયા હતા અને 7 હજાર લોકોને પુડુચેરીથી સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. નિવાર વાવાઝોડાને ખૂબ ગંભીર કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે.

        એનડીઆરએફના ડીજી એસ.એન.પ્રધાને જણાવ્યું કે છેલ્લા બે દિવસથી અમારી ટીમો ગ્રાઉંડ પર છે. અમે તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રમાં 25 ટીમો તૈનાત કરી છે. અમે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છીએ.

ચેન્નાઇમાં સતત વરસાદ, કરુણાનિધિના ઘરમાં પાણી ભરાયું

        ચેન્નાઈમાં છેલ્લા 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પૂર્વ સીએમ કરૂણાનિધિના ઘરમાં પણ પાણી ભરાયું છે. ચેન્નાઈ વહીવટીતંત્રને 2015 ના પૂરનો પાઠ યાદ છે, તેથી 90% ભરાયેલા ચેમ્બરબક્કમ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે.

        અધિકારીઓ કહે છે કે પ્રથમ તબક્કામાં ડેમમાંથી 1000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. ડેમમાંથી પાણી અડયાર નદીમાં વહેશે, તેથી નદીના નીચલી સપાટીના વિસ્તોરો જેમ કે કુંદ્રાતુર, સિરૂકલાથુર, તિરુમુડિવક્કમ અને તિરુનિર્મલઇમાં ચેતવણી આપવામાં આવી છે.

 

વડા પ્રધાને પુડુચેરી અને તમિલનાડુના સીએમ સાથે ચર્ચા કરી

        વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તામિલનાડુ અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે નિવાર વાવાઝોડા અંગે ચર્ચા કરી હતી. મોદીએ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા અને લોકોને સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવાનો આગ્રહ કર્યો હતો. વડા પ્રધાને બંને મુખ્ય પ્રધાનોને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી.

કોસ્ટગાર્ડના 8 શિપ, 2 એયરક્રાફ્ટ તૈનાત

        નિવાર વાવાઝોડાને જોતા બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં તમિલનાડુ અને પુડુચેરી દરિયાકાંઠે 8 શિપ અને 2 એયરક્રાફ્ટ તૈનાત કરાયા છે. આ થકી મર્ચેંટ શિપ અને માછલી પકનારી બોટોને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી રહી છે.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *