Tue. Mar 9th, 2021
  • બાબેનથી ગુમ યુવતીની હત્યા કરી લિવ ઇનમાં રહેતા યુવકે લાશ વાલોડના નવા ફળીયા ખેતર દાટી દીધી હતી
  • ગુમ થનાર યુવતીને પ્રથમ એક ત્રણ વર્ષીય પુત્રની માતા બની અને હાલ તે ગર્ભવતી હતી
             

જનતા ન્યુઝ 360, બારડોલી
સુરત જિલ્લાના બારડોલીના બાબેન ગામે આવેલ લકઝરીયા એપાર્ટમેન્ટમાં રહેતી 28 વર્ષીય યુવતી ગુમ થઈ હોય એવી જાણકારી તેના પરિવારવાળાએ નોંધાવી હતી. તપાસ કરતા યુવતીની લાશ વાલોડ તાલુકાના નવા ફળિયાના એક ખેતરમાં દાટેલી હાલતમાં મળી આવતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ. પ્રાપ્ત માહિતી અનુસાર યુવતી તેમના ગામ કિકવાડના જ એક યુવક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. 15મીના રોજ બંન્ને વચ્ચે ઝઘડો થતા યુવકે તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેના સસરાના ખેતરમાં જ દાટી દીધી છે તેવું કબુલાત કરી હતી.

આ અંગે મળતી માહિતી અનુસાર મૂળ બારડોલી તાલુકાના કિકવાડ ગામે રોહિત ફળિયામાં રહેતી રશ્મિ જયંતિ કટારીયા (ઉ.વર્ષ 28) છેલ્લા કેટલાક સમયથી ગામના જ યુવક ચિરાગ સુરેશભાઈ પટેલ નામના પરિણીત યુવક સાથે છેલ્લા ચાર વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં બાબેન ગામના લકઝરીયા એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતી હતી. અને યુવક ચિરાગ થકી જ તેને 3 વર્ષનો પુત્ર પણ છે.

રશ્મિના પિતા જયંતીભાઈ વનમાળી પટેલે ગત 15મી નવેમ્બરના રોજ દિવાળી અને નવ વર્ષ નિમિત્તે બનાવેલ વનગીઓનું ટિફિન આપવા માટે રશ્મિને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન આરોપી યુવક ચિરાગે રિસીવ કર્યો હતો. સામે જવાબ આપતા કહ્યું હતું કે રશ્મિ હાલ ઘરમાં નથી અને મને પણ કઈ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે એમ કહી ફોન મૂકી દીધો હતો. રશ્મિના પરિવારના લોકોએ 16 અને 17મી નવેમ્બરના રોજ પણ સંપર્ક કર્યો હતો પરંતુ તેમનો કોઈપણ પ્રકારનો પત્તો કે સંપર્ક થઈ શક્યો નહીં. પછી તેઓ પોતાના ભત્રીજા હિરેન કટારીયાને જાણ કરી તેમના સાથે રશ્મિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં કામવાળી બહેન અને રશ્મિનો ત્રણ વર્ષનો પુત્ર હાજર હતાં. કામવાળીને પૂછતાં તેમણે રશ્મિ બહાર ફરવા ગયેલ છે અને ચિરાગ કિકવાડ ગામે આવેલા ખેતરે ગયા હોવાનું જણાવ્યું હતું. સગા સંબંધીઓને ત્યાં તપાસ કરવા છતાં રશિમનો કોઈ પત્તો મળી આવી ન આવતા અંતે જયંતિભાઈએ પોતાની પુત્રી ગુમ થઈ હોવા અંગે બારડોલી પોલીસમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *