- અમદાવાદમાં 10 દર્દીનો કોરોનાએ ભોગ લીધો, કુલ મૃત્યુ 2002, ગુજરાતનો કુલ મૃત્યુઆંક 3,900ને પાર
- સુરતમાં બે અને વડોદરા, બોટાદમાં એક એક દર્દીના મૃત્યુ.
- સુરતમાં વધુ 277 કેસ,
- વડોદરા 169 કેસ,
- રાજકોટ 127 કેસ,
- ગાંધીનગર 81 કેસ,
- બનાસકાંઠા 57 કેસ,
- પાટણ 49 કેસ
જનતા ન્યુઝ 360, ગાંધીનગર

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત બીજા દિવસે પણ ૧૫૦૦ને પાર રહેવા સાથે નવી પીક પર પહોંચ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં વધુ ૧૫૪૦ દર્દી સંક્રમિત જોવા મળ્યા છે. આ સાથે સારવાર હેઠળના વધુ ૧૪ દર્દીનો વાયરસ કોળીયો કરી ગયો છે. આમ અત્યાર સુધીમાં રાજ્યનો મૃત્યુ આંક ૩૯૦૬ સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં સતત પાંચમા દિવસે સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયા છે. શહેરમાંથી ૩૨૬ મળી કુલ ૩૪૯ કેસ ઉમેરાયા છે, સાથે વધુ ૧૦ દર્દીનાં મૃત્યુ થયા હોવાનું સરકારે સ્વીકાર્યું છે. જેમાં અમદાવાદ મહાનગરના જ ૯ દર્દીનો સમાવેશ થાય છે. આ સાથે અમદાવાદ શહેર જિલ્લાના મળી કુલ મૃત્યુ આંક ૨૦૦૨ થયો છે.
અમદાવાદમાં દિવસના કરફ્યૂને દૂર કરાયા પછી હવે કોરોના વાયરસના ચેપથી સંક્રમિત ન થવાય એ માટે લોકો સ્વયં શિસ્ત પાલન કરતાં જોવા મળી રહ્યાં છે, પરંતુ બજારોમાં વિશેષ કરીને શાકભાજી અને અનાજ કરિયાણાના પરંપરાગત માર્કેટ્સમાં સ્થિતિમાં કોઇ ફેર પડ્યો હોય તેમ જણાતું નથી. અમદાવાદમાં હવે વેજલપુરથી રાણીપ-ચાંદખેડા સુધીના પટ્ટાની સાથોસાથ પોશ વિસ્તારો એવા બોપલ, ઘુમા, આંબલીમાં સંક્રમણ જોવા મળી રહ્યું છે. પૂર્વના પટ્ટામાં નવા કેસ મળ્યા છે.
