Ahmedabad – તહેવારની સિઝન બાદ અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. જ્યારે શહેરમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના માર્કેટ કે પાથરણા બજારમાં મોટા પ્રમાણમાં ઉમટી રહેલી ભીડને નિયંત્રણ કરવા માટે AMC દ્વારા સંપૂર્ણ બજાર સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પહેલા તો તહેવારોમાં અને હવે તહેવાર બાદ પણ ભદ્ર પાથરણા બજારમાં સતત social distancing નો ભંગ થતો જોવાઈ રહ્યો છે ત્યારે આ સમગ્ર મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સમગ્ર બજારને બંધ કરી દેવામાં આવ્યું છે.
આ સાથે જ AMCએ ચાંદલોડિયા બ્રીજ નીચે ભરાતા શાકભાજી માર્કેટને પણ બંધ કરાવ્યું છે. તેમજ શહેરના ઉત્તર ઝોન દ્વારા આજે પોલીસને સાથે રાખીને કૃષ્ણનગર ચાર રસ્તાના રાધાકૃષ્ણ મંદિર પાસે ભરાતા શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોવાથી તેને બંધ કરાવવાની ફરજ પાડી હતી.