- અમદાવાદના મેયર બિજલ પટેલ ફરી એકવાર ટ્વીટર પર ટ્રોલ થયા.
જનતા ન્યુઝ 360, અમદાવાદ
અમદાવાદના મેયર બિજલ પટેલ ટ્વીટ કરીને શહેરીજનોને જાણકારી આપતાં લખ્યું કે, “અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા મારા બજેટમાંથી નવી ખરીદવામાં આવેલ 4 શબ વાહિની આજથી કાર્યાન્વિત કરવામાં આવી છે. શહેરીજનોને ઝડપથી આ સેવા મળી શકે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્વિટર બાદ તેવો ફરી એક વખત ચર્ચાઓમાં આવ્યા છે, અને તેઓ ટ્રોલ થઇ રહ્યા છે.
અહિયા મહત્વનું એ છે કે અમદાવાદના મેયર બિજલ પટેલ અવારનવાર કોઈને કોઈ વિવાદમાં આવતાં જ રહ્યા છે. નારોલ અગ્નિકાંડની ઘટનાને યાદ કરીએ તો તે ઘટનાને વખતે સામાન્ય ગણાવતાં લોકોએ તેમની ઝાટકણી કાઢી હતી. તો સુરેન્દ્રનગર પેટાચુંટણીના પ્રચાર દરમિયાન પણ તેઓએ ભાષણમાં બાફી માર્યું હતું.