શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરામાં અનુસ્નાતક સંસ્કૃત વિભાગનો ઓનલાઈન ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના તેમજ દેશના અનેક સંસ્કૃત વિદ્વાનો અને રસિકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ પદ્મશ્રી ચમુકૃષ્ણ શાસ્ત્રીજીની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરામાં અનુસ્નાતક સંસ્કૃત વિભાગના કાર્યવાહક નિર્દેશક ડો રાજેશ વ્યાસે કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. તેમને સંસ્કૃત વિભાગના આરંભ અને ઉદ્ઘાટન કાર્યક્રમ સુધીની સમગ્ર યાત્રાના સસ્મરણો યાદ કરીને સૌને આવકાર્યા હતા. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ આંનદની લાગણી વ્યક્ત કરીને ઉપસ્થિત સર્વનું સ્વાગત કર્યું હતું.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ ડો. ગોપબંધુ મિશ્રજી તેમજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઈ ત્રિવેદીએ આશીર્વચન તેમજ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્કૃત ભારતીના પશ્ચિમક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી હિમાંજય પાલીવાલે વિશેષ શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમાં ડો. વિષ્ણુભાઈ ત્રિવેદીએ વૈદિકમંત્રોનું ગાન કરીને શુભારંભ કરાવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો રાજેશ વ્યાસ સાહેબે કર્યું હતું. આ કાર્યક્રમ માં ડો. અમીબેન ઉપાધ્યાય, ડો. સ્નેહાબેન વ્યાસ, ડો. જયશંકર રાવલ, ડો. નંદકિશોર મહેતા તેમજ યુનિવર્સિટીના એસી મેમ્બર અને ઇસી મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડો. મહેશ પટેલે બધાનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું ઓનલાઈન ટેકનીકલ સંચાલન ડો. દિલીપસિંહ ચૌહાણે કર્યું હતું.