અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

બનાસકાંઠા જિલ્લાનો સૌથી છેવાડા નો એવો દાંતા તાલુકો આ તાલુકામાં આવેલ યાત્રાધામ અંબાજી ગુજરાતનું જ નહીં પણ વિશ્વનું શક્તિપીઠ તરીકે ગણાતું હોય છે ત્યારે આ ધામમાં આવેલ ગ્રામ પંચાયત એ ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત પણ ગણાય છે ત્યારે વાત કરવામાં આવે કે આ ધામમાં આવેલ પાણી પુરવઠા ઓફિસ લાખો ના ખર્ચે બનાવવામાં આવેલ છે તે ઓફિસ ફક્ત શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે અંબાજી ખાતે ધરોઇ ડેમ ની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું હોવા છતાં પાણી પુરવઠા ઓફિસના કર્મચારીઓ કોઈ જ પ્રકારના એક્શન મૂડમાં જોવા મળતા નથી અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ પાસેથી પસાર થતી પાઇપલાઇનમાં છેલ્લા કેટલાય સમયથી ભંગાણ પડયું છે અને આ પાઇપલાઇનમાંથી હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે તેમ છતાં પાણી પુરવઠા ઓફિસના કર્મચારીઓ તો જાણે કોમ્પ્યુટરમાં પત્તાની ગેમ રમવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે…
હજારો લીટર પાણીનો વેડફાટ, છતાં સ્ટાફ પત્તા ની ગેમ માં વ્યસ્ત
અંબાજી ગામ સુધી પહોંચતું પાણી કે જે પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડયું છે અને આ લીકેજ માંથી હજારો લિટર પાણી વેડફાઇ રહ્યું છે તેમ છતા પાણી પુરવઠા ઓફિસના કર્મચારીઓ કોઈ એક્શન લેતા નથી સૂત્રોથી મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય સમયથી પાણી આજ રીતે વેડફાઇ રહ્યું છે પણ અહીં આગળ ફરજ બજાવતા કર્મચારીઓ આંખ આડા કાન કરી અને સ્થાનિકોની રજૂઆતને પણ ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે કેમ હજી સુધી કોઈ જ પ્રકારના એક્શન લઈ અને પાણી બંધ કરવાનું અને આં ભંગાણ નું નિકાલ કરવામાં આવતું નથી..
અંબાજી પાણી પુરવઠા ઓફિસ બની શોભાના ગાંઠિયા સમાન
અંબાજી ખાતે આવેલ પાણી પુરવઠા ઓફિસ બની શોભાના ગાંઠિયા સમાન અંબાજી ખાતે આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અને જોડ વિસ્તારમાં બનાવવામાં આવેલ પાણી પુરવઠા ઓફિસ જાણે કોઈ જ પ્રકારના કામો ના કરતી હોય તેવું લાગી રહ્યું છે પાણી પુરવઠા ઓફિસ એ ફક્ત સોફિસ માટે અને સરકાર નાં પૈસા ખર્ચવા માટે બનાવેલી હોય તેવું લોકમુખે ચર્ચામાં વેગે ચડી છે જ્યારે ઓફિસથી થોડે દૂર જ પાણીની પાઇપલાઇનમાં ભંગાણ છે તેમ છતાં ઓફિસના કર્મચારીઓ ને કેમ નથી દેખાતું તે પણ એક વિચારવાની બાબત બની છે…
પાણી પુરવઠા ઓફિસ નો સ્ટાફ પત્તાની ગેમ રમવામાં વેસ્ત
ટૂંક સમય અગાઉ પાણી પુરવઠા ઓફિસ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને વીડિયોમાં દેખાઇ રહ્યું હતું કે પાણી પુરવઠા ઓફિસ ના કારકુન અને ઓપરેટર એ પત્તાની ગેમ રમતા કેમેરામાં કેદ થયા હતા એટલું જ નહીં હાલમાં ચાલી રહી covid 19 નાં જાહેર નામનો પણ ભંગ કરતા જોવા મળ્યા હતા અત્યારે શું આ ઓફિસ ના સ્ટાફ પાસે હવે કોઈ કામ બચ્યું નથી ? જો ઓફિસના કર્મચારીઓ પત્તા ની ગેમ રમવામાં વ્યસ્ત હોય તો આ પાઈપલાઈન નું આટલું મોટું લીકેજ એ કોણ રિપેર કરાવશે અને કોણ જનતા સુધી પાણી પહોંચાડશે ? તે વિચારવાની બાબત બની છે…
અંબાજીના અમુક વિસ્તારોમાં પાંચ પાંચ દિવસ સુધી પાણી નથી આવતું
આ પાણી પુરવઠાની સ્ટાફ ની ગેરરીતિ એટલી હદ સુધી વધી ગઈ છે કે અંબાજીના અમુક વિસ્તારોમાં તો પાંચ દિવસ સુધી પાણી પણ નથી પહોંચતું તેમ છતાં આ ઓફિસનો સ્ટાફ પત્તાની ગેમ રમવામાં મશગુલ જોવા મળે છે અને સ્થાનિકો સુધી પાણી પહોંચાડવાનું તો નામ જ નથી લેતા અને હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે તેનો જવાબદાર કોણ ? પાણી પુરવઠા ઓફિસના કર્મચારીઓ કે પછી પત્તા ની ગેમ રમતા કારકુન અને ઓપરેટર ?…..
