અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આં ધામ ની ગ્રામપંચાયત એ ગુજરાત ની સૌથી મોટી ગ્રામ પંચાયત પણ ગણાતી હોય છે ત્યારે આ ગ્રામ પંચાયત એ અનેકવાર લોકમુખે ચર્ચામાં રહી છે ત્યારે આજે ફરી એકવાર અંબાજી ગ્રામ પંચાયત એ લોકમુખે ચર્ચામાં આવી છે અંબાજી ગ્રામ પંચાયતના ૧૨ જેટલા ચૂંટાયેલા સભ્યોએ અંબાજી ગ્રામ પંચાયતના ઉપસરપંચ બળદેવ પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આજે રજૂ કરી છે અંબાજી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા ૧૨ જેટલા સભ્યોએ ઉપસરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરીને રજૂ કરી છે તો ચોક્કસપણે કહી શકાય કે અંબાજી ગ્રામ પંચાયતની નિષ્કાળજીના કારણે આવી ઘટના બનતી હોય છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે હાલ આ અવિશ્વાસની દરખાસ્ત ને લઈ અને અંબાજી ગ્રામ પંચાયત સહિત અંબાજી ગામ ના રાજકારણ પણ ગરમાયું છે ત્યારે અંબાજી ગામના વિકાસ માટે આપની નિષ્કાળજી અને નિષ્ફળતા અને પંચાયતમાં સફાઈ પાણી અને લાઈટની સભ્યશ્રીઓની રજૂઆતને ધ્યાનમાં ન લેવાનાં કારણે અવિશ્વાસ ની દરખાસ્ત રજૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અંબાજી ગ્રામ પંચાયતના ઉપસરપંચ બળદેવ પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આજે રજૂ કરવામાં આવી હતી જ્યારે સેક્રેટરી જે.ડી રાવલે જણાવ્યું હતું કે આજે અંબાજી ગ્રામ પંચાયત નાં ચૂંટાયેલા ૧૨ જેટલા સભ્યો ની સહી સાથે ઉપ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે ત્યારે અવિશ્વાસની દરખાસ્ત ને અમે સ્વીકારી અને આગળની કાર્યવાહી મંગળવાર નાં સવારે કરીશું તેવું અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરી જે.ડી રાવલ એ જણાવ્યું હતું…