વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે સાડા નવથી સાડા દસ વાગ્યા દરમિયાન એક કલાક ઝાયડસ ફાર્માસ્યુટિકલ્સના ચાંગોદર પાસે આવેલા બાયોટેક પાર્ક પ્લાન્ટની મુલાકાતે આવશે. મોદી સવારે નવ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હેલિકોપ્ટર મારફતે સીધાં જ બાયોટેક પાર્ક જશે અહીં એક કલાકના કાર્યક્રમ બાદ તેઓ પૂણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે રવાના થશે.વડાપ્રધાનની આગમનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
વડાપ્રધાન મોદી સવારે 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. ત્યાંથી હેલિકોપ્ટર મારફતે ચાંગોદર જશે. અહીં હેલિકોપ્ટર માટે ખાસ હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે. હેલિપેડથી વડાપ્રધાન મોદીનો કાફલો ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચશે. ત્યાં પહોંચીને વડાપ્રધાન ઝાયડસ કેડિલા દ્વારા વિકસાવવામાં આવેલ કોરોના વૅક્સિનનું નિરિક્ષણ કરશે. તેઓ બે કલાકની મુલાકાત દરમિયાન વૅક્સિન અંગે ચર્ચાઓ પણ કરશે. તેમની આ મુલાકાતમાં ઝાયકોવિડ વેકસીનના પરીક્ષણ અને માર્કેટમાં કેવી રીતે લોકોને મળી શકશે તેને લઈને ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ 11 વાગ્યે તેઓ પૂણે જવા રવાના થશે. જ્યાં સીરમ ઈન્સ્ટિટયૂટની મુલાકાત લેશે.