Sun. Feb 28th, 2021
             

ડભોઇ માં હરિહર આશ્રમ ખાતે લઘુરુદ્ર રાખવામાં આવ્યો હતો હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિ ને જોતા નવનાથ કાવડ યાત્રા ના પ્રેરિત હરિહર આશ્રમના મહંત પ.પું. વિજય મહારાજ ના નેતૃત્વ માં કોરોના જેવી મહામારી જલ્દી સમગ્ર વિશ્વ અને ભારત દેશ માંથી નષ્ટ થાય તે હેતુ લઘુરુદ્ર યજ્ઞ નું પ્રારંભ કરાયો હતો હાલની કોરોનાની સ્થિતિને લઈ સમગ્ર સૃષ્ટિમાં કોરોના વાઇરસ ને કારણે સમગ્ર માનવજાત ને ખૂબ મુશ્કેલી મુકાઈ ગયેલ છે.તેમ છતાં કોરોના સામે ઝઝૂમતી સરકાર,સરકારી અધિકારીઓ,દરેક સરકારી વિભાગ તથા કોરોના વોરિયર્સ દરેક રીત થી કોરોનાને હરાવવા પોતાનું યોગદાન આપી તેને સંપૂર્ણ પણે લડત આપી રહ્યા છે. ત્યારે ડભોઈ માં નાંદોદી ભાગોળ સ્થિત આવેલ હરિહર આશ્રમના મહંત જેઓ નવનાથ કાવડ યાત્રાના પ્રેરિત અને સદા સુખ દુઃખ ના અવસરમાં અગ્રેસર રહેતા અને તેઓ તેમના નેતૃત્વમાં આશ્રમમાં યજ્ઞ કરી આવા વિઘ્નહ દૂર થાય તે માટે સતત પ્રયત્નશીલ રહી તથા દરેક ધર્મ અને માનવજાત પ્રત્યે આદર ભાવના રાખતા પ.પું વિજય મહારાજ ના નેતૃત્વ હેઠળ અગિયાર પંડિતો ને સાથે રાખી બાર કલાક નું યજ્ઞ કરી દેવો ના દેવ મહાદેવ ને રાજી કરી આ કોરોનાની મહામારી ને દૂર કરવા મહાદેવ ને પ્રાર્થનાઓ કરાઈ હતી.જ્યારે પ.પું વિજય મહારાજે જણાવ્યું હતું કે આજે કોરોનાની મહામારી દૂર થાય અને જે સમગ્ર વિશ્વને ઘમરોળી રહી છે.તેથી દરેક દુવિધાનું નિવારણ મહાદેવજ કરેછે. તેથી મહાદેવ નું યજ્ઞ કરી મહાદેવ ને રિજવી ખુશ કરી મનાવવા આ બીમારી ને નાબૂદ થવા પામશે અને ડભોઈ ની જનતાને સંદેશ પાઠવતા જણાવ્યું હતું આવા કોરોનાના ગંભીર ચાલતા દોર માં આપણે સૌએ એક થઈ રહેવું જોઈએ અને નાત જાત અને ધર્મ ને ભૂલી એક મેક ને મદદ રૂપ થવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *