ગુજરાતમાં આજે કોરોના 1564 નવા કેસ, મૃત્યુ આંક 4 હજારની નજીક પહોચ્યું

  • સતત 5 દિવસથી ગુજરાતમાં કોરોનાના 1500થી વધુ કેસ
  • અમદાવાદમાં સ્થિતિ બની બેકાબૂ
  • છેલ્લા 24 કલાક દરમિયાન 1564 નવા કેસ
             

ગુજરાતમાં તહેવારોની સિઝન અને શિયાળાની શરૂઆત બાદથી જ કોરોના વાયરસનો પારો ઉપર ચડી રહ્યો છે અને બે દિવસથી રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં મોતના આંકડા જોઇને રાજ્ય અને કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો થઇ રહ્યો છે જ્યારે વડોદરા સુરત અને રાજકોટમાં પરિસ્થિતિ વણસી રહી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1564 કેસ સામે આવ્યા છે.નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1451 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,89,420 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલમાં 14889 એક્ટિવ કેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14889 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 90.95 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 68,960 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,759,739 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં હાલ 86 લોકો વેન્ટિલેટર પર છે.

અમદાવાદ જિલ્લામાં 345 કેસ આવતા ચિંતા વધી

આજે અમદાવાદ શહેરમાં 319, અમદાવાદ જિલ્લામાં 26, સુરત શહેરમાં 223, સુરત જિલ્લામાં 55, વડોદરા શહેરમાં 130, વડોદરા જિલ્લામાં 41 , રાજકોટ શહેરમાં 96, રાજકોટ જિલ્લામાં 53,ગાંધીનગર શહેરમાં 25, ગાંધીનગર જિલ્લામાં 33 તો ઉત્તર ગુજરાતના ખેડામાં નવા 57 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. છેલ્લા 6 દિવસથી સતત 1500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે અને અમદાવાદમાં સ્થિતિ પર હજી કાબૂ આવ્યો નથી.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલ કેસની વિગત

29/11/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 345
સુરત 278
વડોદરા 171
ગાંધીનગર 58
ભાવનગર 29
બનાસકાંઠા 38
આણંદ 28
રાજકોટ 149
અરવલ્લી 11
મહેસાણા 51
પંચમહાલ 33
બોટાદ 8
મહીસાગર 16
ખેડા 57
પાટણ 30
જામનગર 35
ભરૂચ 20
સાબરકાંઠા 18
ગીર સોમનાથ 9
દાહોદ 26
છોટા ઉદેપુર 2
કચ્છ 22
નર્મદા 6
દેવભૂમિ દ્વારકા 3
વલસાડ 2
નવસારી 8
જૂનાગઢ 29
પોરબંદર 3
સુરેન્દ્રનગર 40
મોરબી 16
તાપી 5
ડાંગ 0
અમરેલી 18

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભારતમાં કોરોના વેક્સિનની આડઅસરનો પહેલો કેસ આવ્યો સામે, માંગ્યું પાંચ કરોડનું વળતર

Sun Nov 29 , 2020
Post Views: 10               ભારતમાં કોરોના વેક્સિનની આડઅસરનો પહેલો કેસ સામે આવ્યો છે. ચેન્નઈમાં તૈયાર થયેલી કોવિડશીલ્ડ વેક્સીનના ટ્રાયલમાં ભાગ લીધા બાદ એક વ્યક્તિને ડોઝ આપ્યા બાદ તેને ગંભીર રીતે સાઈડ ઈફેક્ટ થઈ છે. ઉલ્લેખનીય છે કે, આ વૈક્સીનને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની […]

You May Like

Breaking News