- કોરોના નેગેટિવ વ્યક્તિને પોઝિટીવ દર્દી તરીકે દાખલ કર્યા
- દાખલ કર્યા બાદ દર્દીનું મોત નીપજ્તા,મામલો આવ્યો સામે
- તંત્રએ મૃતકના સ્વજનોને મોતની જાણ બે કલાક બાદ ફોન કરીને કરી
- સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીને લીધે વધુ એક નિર્દોષ દર્દીએ જીવ ગુમાવ્યો
અમદાવાદમની સિવિલમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યો છે. ત્યારે હોસ્પિટલમાં કોરોનાના એક નેગેટિવ વ્યક્તિને પોઝિટીવ દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યાં હતાં. બાદમાં આ દર્દીનું મોત નીપજ્યું હતું. દર્દીનું મોત થયાં બાદ સિવિલ તંત્ર દ્વારા દર્દીના સગાઓને બે કલાક બાદ જાણ કરી હતી.મહત્વનું છે કે ઈન્દિરાબેનનો RT-PCR રીપોર્ટ પણ નેગેટીવ આવતાં તેમના સગાઓએ તેમને અન્ય વોર્ડમાં ટ્રાન્સફર કરવા માટેની વિનંતી કરી છતાંય હોસ્પિટલના તંત્રએ તેમની વિનંતી માની નહીં. અંતે ઈન્દિરાબેનનું 29 નવેમ્બરે સવારે મૃત્યુ થયું હતું. આમ સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારીને લીધે એક નિર્દોષ દર્દીએ તેનો જીવ ગુમાવ્યો હતો.