- ફાયર વિભાગની પાંચ શબવાહિની સિવિલમાં તહેનાત
- વધુ 30 વેન્ટિલેટર અને 2 ઓકિસજન ટેંકની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી
- શહેરમાં કોરોના સંક્રમણે ફરી એક વખત ગંભીર સ્વરૂપની ભીતિ
- વેઈટીંગ ચાલી રહ્યુ હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું
જનતા ન્યુઝ 360, અમદાવાદ
અમદાવાદની 1200 બેડની સિવિલ હોસ્પિટલના મોટાભાગના બેડ કોરોનાના પેશન્ટથી ભરાઈ જતા સિવિલ હોસ્પિટલમાં વધુ 30 જેટલા વેન્ટિલેટર અને બે ઓકિસજન ટેંકની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં કોરોના સંક્રમણે ફરી એક વખત ગંભીર સ્વરૂપ ધારણ કરતાં અમદાવાદ ફાયર બ્રિગેડની પાંચ જેટલી શબવાહીની સિવિલ હોસ્પિટલથી ડેડ બોડી લઈ જવા તહેનાત કરવામાં આવી છે.ડેડબોડી લેવા 3 થી 4 કલાકનું વેઈટીંગ ચાલી રહ્યુ છે.