Thu. Mar 4th, 2021
             

અહેવાલ:- રિતિક સરગરા,અંબાજી

 

જનતા ન્યુઝ 360, અંબાજી

શ્રી જે આર મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ /જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા શ્રી ડી.આર.ગઢવી I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી નાઓ ના માર્ગ દર્શન મુજબ આર.જી.દેસાઈ પો.સબ.ઇન્સ એલ.સી.બી. સ્ટાફના હેડ. કોન્સ. નરેશભાઈ, દિગ્વિજયસિંહ, રાજેશકુમાર, મહેશભાઈ, પો.કોન્સ ઇશ્વરભાઇ, દિનેશભાઇ, રમેશભાઈ,નાથુભાઈ નાઓ અંબાજી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે અંબાજી હોલી ડે હોમ ની સામે પાટીદાર ભવનમાં કેટલાક ઇસમો તીન પત્તિનો પૈસા થી હાર જીત નો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે રેઇડ કરતા સાત (7) ઈસમોને પકડી પાડેલ અને રેડ કરતા આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ.27,805/- તથા મોબાઈલ નંગ-7 કી.રૂ.31,500/- એમ કુલ મુદ્દામાલ કી.રૂ.59,305/- નો મુદ્દામાલ સાથે તીન પતી નો જુગાર રમતા પકડાઈ ગયેલ હોઈ સદરે ઇસમો વિરૂધ્ધ અંબાજી પો.સ્ટે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલા આરોપીઓ
(1) ભરતભાઇ છગનલાલ પટેલ રહે.ચાણસ્મા
(2)કનુભાઈ બબલદાસ પટેલ રહે.ચાણસ્મા
(3) વિષ્ણુભાઈ મફતલાલ પટેલ રહે.ચાણસ્મા
(4) ભુપતભાઇ હરસંગ ઠાકોર રહે.ડીસા
(5)નરેન્દ્રભાઇ મગળદાસ પટેલ રહે.ચાણસ્મા
(6)કનુભાઈ દુધાભાઈ પરમાર રહે.ચાણસ્મા
(7)ચંદ્રકાન્ત કેશવલાલ દરજી રહે.ઉંઝા વાળા

અંબાજીની અમુક હોટલોમાં ચાલે છે ગોરખ ધંધા
શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું જગ્યા યાત્રાધામ અંબાજી આ ધામ ને લાંછન લગાવે તેવા અનેક ગોરખધંધા ગામમાં છૂપી રીતે ચાલતા હોવાના સૂત્રો નાં આધારે જાણવા મળેલ છે અંબાજીની અમુક હોટલોમાં તીન પતિ જેવી ગેમો અને જુગારધામ રમાડવામાં આવે છે ત્યારે આ ગોરખધંધા ના લીધે અંબાજી આવતા યાત્રિકો માં પણ શક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એવું જગ વિખ્યાત યાત્રા ધામ અંબાજી ની ખરાબ અસર પડી રહી છે ત્યારે જિલ્લા એલ.સી.બી.ની આ લાખ ને લઇ યાત્રિકો સહિત સ્થાનિકો માં પણ ખુશીની લાગણી પ્રવર્તી રહી છે ત્યારે જિલ્લા એલ.સી.બી સહિત અંબાજી પોલીસ એ છૂપી રીતે હોટલમાં ચાલતા ગોરખધંધા ઓ સામે લાલ આંખ કરી અને કાયદેસરની કાર્યવાહી કરે તો અંબાજીની ખરાબ છાપ પડતી અટકાવી શકાય તેવું લોકોનું માનવું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *